સેંસેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો, નિફટી 6800ને પાર

બપોરે બીએસઇનો સેંસેક્સ અંદાજે 601.49 પોઇન્ટના ઉછાળા સાથે 22,945.53 પર અને એનએસઇ નિફટી અંદાજે 186.25 પોઇન્ટ્સના ઉછાળા સાથે 6846.10 પર કારોબાર કરી રહ્યું હતું. નોંધનીય છેકે, વિશ્લેષક આ ઉછાળાને મોદીનો કાલે પ્રસારિત ઇન્ટરવ્યૂ સાથે જોડીને જોઇ રહ્યાં છે.
આ પહેલા સેંસેક્સે શરૂઆતી કારોબારમાં 38.72 પોઇન્ટ અથવા 0.17 ટકાની ઝડપ સાથે 22,382.76ની સપાટી વટાવી હતી. નિફટી 6.40 પોઇન્ટ એટલે કે 0.10 ટકાની મજબૂતી સાથે 6,666.25ની સપાટી વટાવી હતી. વિશ્લેષકોનું કહેવું છેકે, આવા ઉછાળાનું અન્ય કોઇ કારણ જોવા મળી રહ્યું નથી. કારણ કે સ્થાનિક અથવા ગ્લોબલ લેવલે કોઇ બદલાવ આવ્યો નથી. તેવામાં આ ઉછાળા પાછળ મોદીએ ટાઇમ્સ નાઉને આપેલું ઇન્ટરવ્યૂ હોઇ શકે છે.












Click it and Unblock the Notifications
