For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત ત્રીજા દિવસે વધારા સાથે ખુલ્યુ શેર માર્કેટ, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો

બુધવારે પણ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો અને પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સે 400 પોઈન્ટની છલાંગ લગાવી.

|
Google Oneindia Gujarati News

બુધવારે પણ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો અને પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સે 400 પોઈન્ટની છલાંગ લગાવી જ્યારે નિફ્ટીએ 10,700 ના આંકડાને પાર કરી ગયો. હાલમાં સેન્સેક્સ 401 પોઈન્ટના વધારા સાથે 35,563 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. વળી, નિફ્ટી 120 પોઈન્ટના ઉછાળા સાથે 10,705 ના સ્તરે કારોબાર કારોબાર કરી રહ્યો છે. બુધવારે રૂપિયામાં પણ સામાન્ય સુધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનઃ લાહોરની જેલમાં માસૂમ જૈનબના હત્યારાને ફાંસીએ લટકાવાયોઆ પણ વાંચોઃ પાકિસ્તાનઃ લાહોરની જેલમાં માસૂમ જૈનબના હત્યારાને ફાંસીએ લટકાવાયો

bse

આ પહેલા મંગળવારે સેન્સેક્સ 297.38 પોઈન્ટના વધારા સાથે 35 હજારને પાર અને નિફ્ટી 72.25 પોઈન્ટના વધારા સાથે 35,004.33 પર જ્યારે નિફ્ટી 37.65 પોઈન્ટના ઉછાળા સાથે 10,550 પોઈન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સે છેલ્લા કેટલાક દિવસોમાં વધારો મેળવ્યો છે જેના કારણે શેર બજારમાં રોનક જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ સબરીમાલા પર સંગ્રામઃ દક્ષિણમાં પગપેસારો કરવાનો ભાજપ માટે સારો મોકોઆ પણ વાંચોઃ સબરીમાલા પર સંગ્રામઃ દક્ષિણમાં પગપેસારો કરવાનો ભાજપ માટે સારો મોકો

રૂપિયાની શરૂઆત આજે સામાન્ય વધારા સાથે થઈ છે અને તે 73.34 પર ખુલ્યો. જો કે બાદમાં તે 73.43 સુધી પહોંચી ગયો. થોડી વાર બાદ ફરીથી રૂપિયો ડૉલરના મુકાબલે 5 પૈસા વધીને 73.41 ના સ્તરે ખુલ્યો છે જે છેલ્લા 2 સપ્તાહનું સૌથી ઉંચુ સ્તર છે. રૂપિયો મંગળવારે ડૉલરના મુકાબલે 73.47 પર બંધ થયો હતો.

English summary
share market Sensex Nifty up in early trade, rupee marginally ahead against dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X