GST પછી સરકારને લૂંટવા વેપારીઓ અજમાવી રહ્યા છે આ ટ્રીક

જીએસટીથી બચવા વેપારીઓ અજમાવી રહ્યા છે નવા નવા નુસખા. ચેન્નઇમાં બે ચંપલના બે બિલ બનાવતા સામે આવી આ છેતરપીંડી. કાપડના વેપારી પણ આપી રહ્યા છે દુપટ્ટા અને સલવારના અલગ અલગ બિલ.

1 જુલાઇથી સરકારે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીને લાગુ કર્યો. જેના આજ દિવસ સુધી વેપારીઓ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. પણ જેને કાળાબજારી કરવી છે તે કોઇને કોઇ રીત શોધી જ લે છે છેતરપીંડી કરવા માટે. અને આવું જ કંઇ બન્યું પણ છે. જીએસટીથી બચવા માટે વેપારી અજીબો ગરીબ ઉપાયો શોધી રહ્યા છે. કોઇ દુકાનદાર એક જોડી કપડાને અલગ અલગ કરીને વેચી રહ્યું છે તો કોઇ તેના અલગ બિલ બનાવીને. તો કપડાના વેપારીઓ દુપટ્ટા અને ડ્રેસને અલગ અલગ રીતે વેચી રહ્યા છે.

gst

ચેન્નઇમાં એક દુકાનદારે એક જોડી ચંપલને બે અલગ અલગ કરીને વેચ્યા અને તેના બે બિલ પણ બનાવ્યા. જ્યારે આ વાત બહાર આવી ત્યારે વેપારીઓની આ છેતરવાની રીતનો ભાંડો ફૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે 500 રૂપિયાના ચંપલ પર 5 ટકા જીએસટી લાગે છે. જ્યારે તેનાથી વધુની કિંમતના ફૂટવેર પર 18 ટકા ટેક્સ લાગે છે. તેવામાં બે અલગ અલગ બિલ બનાવીને 500 રૂપિયાથી ઓછી કિંમત કરી 18 ટકાની જગ્યા 5 ટકા ટેક્સ લગાવવા માટે આ ટ્રીક અપનાવી હતી. જો કે આવું ખાલી એક જગ્યાએ જ નહીં અનેક જગ્યાએ અલગ અલગ આઇટમો માટે થઇ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X