ભારતમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર TDS બચાવવાની સ્માર્ટ ટ્રિક્સ
ભારતમાં ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એટલે કે ટીડીએસ (TDS) કાપવામાં આવે છે. આ ટીડીએસ કેવા પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટમાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેના આધારે કાપવામાં આવે છે. અહીં ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે ભારતમાં પીપીએફ અને ટેક્સ ફ્રી બોન્ડ સિવાય તમામ બચત અને રોકાણ સાધનો પર એક યા બીજી રીતે ઇન્કમ ટેક્સ લાગુ પડે છે.
આ કારણે અમે જ્યારે પણ તમને ટીડીએસથી બચવાના ઉપાયો કે ટ્રિક્સ જણાવીએ ત્યારે એ બાબત ખાસ નોંધી લેવી જોઇએ કે આ ટીડીએસ બચાવવાના રસ્તા છે. તમારા વ્યાજની ગણતરી તમારી આવકમાં જ થશે અને તેના પર ટેક્સ ચૂકવવો જ પડશે.
આ કારણે અહીં આપેલી ટ્રિક્સ માત્ર ટીડીએસથી બચાવે છે. કર બચત કરી આપતી નથી. અમે કર ચૂકવવાની તરફેણ કરીએ છીએ. એનો અર્થ એ થયો કે વ્યાજની રકમ તમારી આવકમાં ગણાશે અને તેના પર કર ચૂકવવો પડશે.

ટીડીએસ શેના પર લાગે?
1 - કંપની ફિક્સ્ડ ડિપોઝિટ
2 - બેંક ડિપોઝિટ
3 - નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ

અનેક નામોથી ડિપોઝિટ ખોલાવવી
કોઇ એક જ વ્યક્તિના નામથી ફિક્સ્ડ ડિપોઝિટ ખોલાવવાને બદલે માતા, પિતા, ભાઇ, બહેન, પત્નીના નામથી ફિક્સ્ડ ડિપોઝિટ ખોલાવવી જોઇએ. આ કારણે ટીડીએસ રકમ ઘટશે.
દાખલા તરીકે આપને અંદાજે 1,80,000 રૂપિયાની એફ ડી કરાવવી છે. એક જ વ્યક્તિના નામે રકમ મુકવાથી 10 ટકા લેખે તેના પર 18,000 ટીડીએસ લાગશે. પણ આ રકમ બે વ્યક્તિઓના નામે અડધી અડધી મુકશો તો ટીડીએસ પણ 9,000 - 9,000 આવશે. પણ બેંકો વાર્ષિક રૂપિયા 10,000નું વ્યાજ હોય તો જ ટીડીએસ લગાવતી હોવાથી આપનો ટીડીએસ બચશે.

ફોર્મ 15G/15H જમા કરાવો
જો આપની વાર્ષિક આવક કરપાત્ર ના હોય તો શ્રેષ્ઠ વિકલ્પ છે કે આપ બેંકમાં ફોર્મ 15G/15H જમા કરાવો. આ ફોર્મ ભરીને આપવાથી આપના ખાતામાંથી ટીડીએસ કાપવામાં આવશે નહીં. જો ટીડીએસ કપાશે તો આપે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે.

એક કરતા વધારે બેંકોમાં FD
આપ એકથી વધારે બેંકોમાં FD અથવા અન્ય રોકાણ માધ્યમ પસંદ કરીને ટીડીએસ બચાવી શકો છો. ઉદાહરણ તરીકે તમારે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે તો આપ 50,000 કંપની ડિપોઝિટમાં અને બીજા 50,000 બેંક ડિપોઝિટમાં રોકી શકો છો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
