SMS માટે SBI દર વર્ષે 60 રૂપિયા વસૂલશે

એસબીઆઇએ કહ્યું છે કે જૂન 2013ના સમાપ્ત થઇ ત્રિમાસિક સર્વિસ ટેક્સ સહિત પ્રતિ ત્રિમાસિક 15 રૂપિયા એસએમએસ શુલ્ક વસૂલવામાં આવશે. દેશની સૌથી મોટી બેંકે જો કે એ સ્પષ્ટ નથી કર્યું કે આ શુલ્ક શું વિશેષ એલર્ટ માટે હશે કે પછી નિયામકીય દિશાનિર્દેશ હેઠળ તથા ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી લેણદેણ પર લાગૂ થશે.
ખાનગી ક્ષેત્રના આઇસીઆઇસીઆઇ બેંક અને એચડીએફસી બેંક પહેલાં પોતાના ગ્રાહકો પાસેથી 60 રૂપિયા વાર્ષિક એસએમએસ શુલ્ક (સર્વિસ ટેક્સ સામેલ નથી) વસૂલી રહ્યાં છે. જો કે હાલ સર્વિસ ટેક્સની રાશિમાં 12 ટકા સર્વિસ ટેક્સ તથા 3 ટકા શિક્ષણ ઉપકર સામેલ છે. કોટક મહિન્દ્રા બેંક એસએમએસ એલર્ટ અને અપડેટ માટે પોતાના ગ્રાહકો પાસેથી ત્રિમાસિક આધાર પર 25 રૂપિયા વસૂલે છે.












Click it and Unblock the Notifications
