Stock Market: બજારની શરૂઆત નબળી, સેંસેક્સ 236 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 15,058ની નજીક

ગ્લોબલ માર્કેટમાં નબળા સંકેતો વચ્ચે ઘરેલુ શેર બજારની શરૂઆત પણ નબળી થઈ છે.

Stock Market Update News: ગ્લોબલ માર્કેટમાં નબળા સંકેતો વચ્ચે ઘરેલુ શેર બજારની શરૂઆત પણ નબળી થઈ છે. કારોબારમાં સેંસેક્સ અને નિફ્ટી બંને ઈંડેક્સ લાલ નિશાન પર છે. સેંસેક્સમાં 236 પોઈન્ટનો ઘટાડો છે અને તે 51,088ના સ્તરે ટ્રેડ કરી રહ્યુ છે. વળી, 60 પોઈન્ટથી વધુ તૂટીને 15,058 પોઈન્ટ ઘટીને નીચે આવી ગયો છે. વળી, મિડકેપ શેરોમાં પણ દબાણ જોવા મળી રહ્યુ છે. છેલ્લા બે દિવસોથી સતત બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આજે શુક્રવાર(19 ફેબ્રુઆરી)એ સરકારી બેંક શેરોમાં તેજી જોવા મળી રહી છે પરંતુ પ્રાઈવેટ બેંકો અને ફાઈનાન્સિયલ શેરો પર દબાણ છે. વળી, સ્મૉલકેપ શેર હળવા વધારા સાથે કામકાજ કરી રહ્યા છે.

nifty

આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 921 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયુ. તેમાંથી લગભગ 530 શેહ તેજી સાથે અને 315 ઘટાડા સાથે ખુલ્યા. વળી, 76 કંપનીઓના શેરના ભાવ ઘટ્યા કે વધ્યા વિના ખુલ્યા. ફાઈનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા મુજબ શુક્રવારના કારોબારમાં સેંસેક્સ 30ના 24 શેર લાલ નિશાનમાં છે. ઑટો શેર પણ આજે નબળા દેખાઈ રહ્યા છે. આજે ટૉપ લુઝરમાં પાવરગ્રિડ, બજાજ ઑટો, એક્સીસ બેંક, SBI, ICICI, ONGC અને NTPC શામેલ છે. વળી, ટૉપ ગેનર્સની લિસ્ટમાં ભારતીએરટેલ, એલએન્ડટી, એચસીએલ, આરઆઈએલ અને એચયુએલ શામેલ છે. આરઆઈએલમાં માત્ર એક ટકાથી વધુની તેજી પર ટ્રેડ કરી રહ્યુ છે. ગ્લોબલ બજાર સંકેતોની વાત કરીએ તો ગુરુવાર(18 ફેબ્રુઆરી)એ મુખ્ય અમેરિકી બજાર ઘટાડા પર બંધ થયુ હતુ. વળી, એશિયાઈ બજારોમાં પણ નબળા સંકેત જોવા મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X