For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડી સુબ્બારાવે વ્યાજદરોમાં કપાતના સંકેત આપ્યા

|
Google Oneindia Gujarati News

d-subbarao
કોલકત્તા, 7 ડિસેમ્બર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર ડી સુબ્બારાવે આવનારા દિવસોમાં આર્થિક નીતિમાં મંદીના સંકેત આપ્યા છે. તેમણે આ મુદ્દે જણાવ્યું કે ભારતીય અર્થતંત્રની આર્થિક વૃદ્ધિમાં ઘણો ઘટાડો આવ્યો છે. આ કારણે આર્થિક નીતિના વચગાળા અંગે આ વખતની ત્રિસાસિક સમીક્ષા બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

ડી સુબ્બારાવે આરબીઆઇના કેન્દ્રીય બોર્ડની બેઠકમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે "ચોક્કસપણે એ હકીકત છે કે આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાયો છે. જીડીપી વૃદ્ધિ પાછલા બે વર્ષમાં 8.5 ટકા અને 6.5 ટકા છે. અને પાછલા બે ત્રિમાસિક ગાળામાં 5.3 ટકા પર આવી ગઇ છે."

તેમણે જણાવ્યું કે "આરબીઆઇમાં અમે હંમેશા વૃદ્ધિ અને ફુગાવા વચ્ચે સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરીએ છીએ. પાછલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિદર ઘટીને 5.3 ટકા પર આવી ગયો છે. આ સાથે ફુગાવો પણ ખૂબ વધી ગયો છે."

તેમણે જણાવ્યું કે ફુગાવે તેના મહત્તમ સ્તરથી નીચે આવ્યો છે. આમ છતાં, તે 7.5 ટકા છે. અમને આશા છે કે ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં તેમાં ઘટાડો નોંધાશે. સુબ્બારાવે એમ પણ કહ્યું કે 18 ડિસેમ્બરે મધ્ય ત્રિમાસિક સમીક્ષા અને 29 જાન્યુઆરીએ યોજાનારી ત્રિમાસિક સમીક્ષામાં અમે વૃદ્ધિ અને ફુગાવાના દર પર ધ્યાન આપીશું. આ બંને બાબતોના આધારે આગામી આર્થિક નીતિ ઘડીશું.

English summary
D Subbarao hints for rate cut as growth falters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X