ATMના ઉપયોગ માટે ગ્રાહક પાસેથી ચાર્જ વસૂલવામાં આવે: SBI

મુંબઇ, 13 જાન્યુઆરી: દેશમાં સૌથી મોટું એટીએમ નેટવર્ક ચલાવનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)નું કહેવું છે કે એટીએમ ઓપરેશનમાં નુકસાન થઇ રહ્યું છે. તેના માટે ગ્રાહકો પાસે પૈસા વસૂલવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કહ્યું હતું કે એટીએમમાંથી પૈસા કાઢવાની લિમિટ મર્યાદિત કરવાના પ્રસ્તાવ વિચાર કરવો પડશે.

બેંગ્લોરમાં એક એટીએમ મહિલા પર હુમલાને ઘટના બાદ વધારાના સુરક્ષા ઉપાયોના લીધે એટીએમ ઓપરેટ કરવાનો ખર્ચ વધી ગયો છે. એસબીઆઇની ચેરપર્સન અરૂંધતિ ભટ્ટાચાર્યએ રવિવારે કહ્યું હતું કે અમે જે પણ સર્વિસ આપી રહ્યાં છીએ, તેનાથી એસબીઆઇને કોઇ ફાયદો થવો જોઇએ. અમે કોર્મશિયલ દ્રષ્ટિકોણથી પ્રેક્ટિકલ મોડલ ઇચ્છીએ છીએ. અમે દર મહિને નુકસાન વેઠી ન શકીએ.

arundhati-bhattacharya

કેટલાક રાજ્યોને છોડીને અન્ય સ્થળો પર એટીએમ ઓપરેશન નુકસાનમાં ચાલે છે. એસબીઆઇ હંમેશા માટે એટીએમ પર 'સબસિડી' આપી ન શકે. હું વધુ એટીએમ લગાવવા માંગુ છું, પરંતુ મને એ સમજવું પડશે કે તેને ટકાઉ કેવી રીતે બનાવી શકાય.

ઇન્ડિયન બેંક્સ એસોસિએશને પ્રસ્તાવ મૂક્યો છે કે એટીએમમાંથી પૈસા કાઢવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે. તેના પર રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર એચ.આર.ખાને કહ્યું હતું કે અમે એસોસિએશનની 5 વખત પૈસા કાઢવાના પ્રસ્તાવની સમીક્ષા કરશે. કેટલાક અન્ય પ્રસ્તાવ પણ આવ્યા છે. કહેવામાં આવે છે કે લોકો વધુ રોકડનો ઉપયોગ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X