For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેમાં દેખાયો ભારતીયોનો દમ, 58 સીઈઓ આપી રહ્યા છે 36 લાખને રોજગાર

ભારતીય મૂળના 58 એક્ઝીક્યુટીવ દુનિયાના 11 દેશોમાં મોટી કંપનીઓ ચલાવી રહ્યા છે જેમાં લગભગ 36 લાખ કર્મચારી કામ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય મૂળના 58 એક્ઝીક્યુટીવ દુનિયાના 11 દેશોમાં મોટી કંપનીઓ ચલાવી રહ્યા છે જેમાં લગભગ 36 લાખ કર્મચારી કામ કરી રહ્યા છે. 58 એક્ઝીક્યુટીવનુ ગ્રુપ લગભગ 1000 અબજ ડૉલરની કમાણી કરે છે. અમેરિકા સ્થિત ભારતીય મૂળના એક મોટા સંગઠને પોતાના સર્વેના આધાર પર આ વાત કહી છે. વૈશ્વિક સ્તરે ભારતીય મૂળના દિગ્ગજ વ્યવસાયકારોને સંગઠન 'ઈન્યાસ્પોરા' એ કહ્યુ કે ભારતીય મૂળના વેપારી નેતા પહેલાથી ઘણી વધુ સંખ્યામાં કૉર્પોરેટ સફળતાના શિખર પર પહોંચી રહ્યા છે અને આમાંથી ઘણા પોતાના મંચોના ઉપયોગ સામાજિક પરિવર્તન માટે કરી રહ્યા છે.

sunder pichai

'ઈન્ડિયાસ્પોરા બિઝનેસ લીડર્સ લિસ્ટ'માં અમેરિકા, કેનાડા, બ્રિટન અને સિંગાપોર સહિત 11 વિવિધ દેશોની કંપનીઓની આગેવાની કરનારી 58 એક્ઝીક્યુટીવને શામેલ કરવામાં આવ્યા છે. આના કાર્યકાળ દરમિયાન આ કંપનીઓએ 23 ટકાનો વાર્ષિક લાભ આપ્યો. આ એસએન્ડપી 500 કંપનીઓના મુકાબલે ઘણી વધુ છે. આ કંપનીઓના બજાર રજિસ્ટ્રેશન 4000 અબજ ડૉલરથી વધુ છે.

ઈન્ડિયાસ્પોરાએ કહ્યુ કે ભારતીય મૂળના લોકો પહેલાથી ઘણી વધુ સંખ્યામાં કૉર્પોરેટ સફળતાના શિખર પર પહોંચી રહ્યા છે અને આમાંથી ઘણા પોતાા મંચનો ઉપયોગ સામાજિક પરિવરર્તન માટે પણ કરી રહ્યા છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન આ કંપનીઓની માનવીય મદદ માટે બહુ યોગદાર કર્યુ અને સાથે જ પોતાના કર્મચારીઓ, પોતાના ગ્રાહકો અને આપૂર્તિ શ્રૃંખલા સાથે જોડાયેલા લોકોનુ ધ્યાન રાખ્યુ.

ઈન્ડિયાસ્પોરાના સંસ્થાપક અને સિલિકૉન વેલી સ્થિત ઉદ્યમી એમ આર રંગાસ્વીએ કહ્યુ, વેપારમાં ભારતીય પ્રવાસીઓનો પ્રભાવ ઉલ્લેખનીય છે. અમને આશા છે કે અમારી સૂચિઓમાં આ લોકોનુ વર્ણન આવતુ રહેશે, જે પોતાના ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફાર માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે ભારતીય સીઈઓ વિશે સામાન્ય ધારણા એ છે કે એ ટેકનિક ક્ષેત્રથી થાય છે પરંતુ 58 સીઈઓની આ યાદી એ મિથકને દૂર કરે છે. આ બેંકિંગ, ઈલેક્ટ્રોનિક્સ સહિત અલગ અલગ ક્ષેત્રોનુ પ્રતિનિધિત્વ કરે છે. આ યાદીમાં શામેલ સીઈઓની સરેરાશ ઉંમર 54 વર્ષ છે.

ગેંગસ્ટર વિકાસ દૂબેના એનકાઉન્ટર વિશે શું બોલ્યા કાનપુર પશ્ચિમના એસપીગેંગસ્ટર વિકાસ દૂબેના એનકાઉન્ટર વિશે શું બોલ્યા કાનપુર પશ્ચિમના એસપી

English summary
Survey says 58 Indian origin executives employ over 3.6 million across 11 countries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X