ટાટા ડોકોમો પણ 2G, 3G ઇન્ટરનેટ દર ઘટાડશે

tata-docomo
મુંબઇ, 25 જૂન : ગઇકાલે ટેલિકોમ કંપની એરટેલ દ્વારા દેશના સાત શહેરોમાં પોતાની 4જી સેવાઓ ઘટાડેલા દરે શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે આજે અન્ય એક ટેલિકોમ કંપની ટાટા ડોકોમોએ પોતાના ઇન્ટરનેટ દરો ઘટાડવાનું જણાવ્યું છે.

ટાટા ડોકોમો પોતાના પ્લાન અનુસાર પસંદગીના સર્વિસ વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટના દરમાં 90 ટકા સુધીનો ઘટાડો કરવા જઇ રહી છે. આ જાહેરાત વોડાફોન, એરટેલ અને આઈડીયા સેલ્યૂલરે જાહેરાત કર્યા બાદ કરવામાં આવી છે. હવે ઇન્ટરનેટ રેટ કટ કરનારી કંપનીઓમાં ટેલિકોમ ઓપરેટર ટાટા ડોકોમોનો પણ સમાવેશ થયો છે.

ટાટા ડોકોમોએ કરેલી જાહેરાત પ્રમાણે તે પહેલી જુલાઈ, 2013થી તેના 2G, 3G મોબાઈલ ઈન્ટરનેટ રેટમાં 90 ટકાનો ઘટાડો કરશે. નવો રેટ કિલોબાઈટ દીઠ એક પૈસો થશે, જે હાલ 10 પૈસા છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે વોડાફોન, એરટેલ અને આઈડિયા સેલ્યૂલરે પસંદગીના સેવા વિસ્તારોમાં ઈન્ટરનેટ દરમાં 90 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો.

ટાટા ડોકોમોના માર્કેટિંગ વિભાગના વડા ગુરિન્દર સિંહ સંધુએ એક નિવેદનમાં કહ્યું છે કે કંપનીએ નવા દરની ઓફર 2G મોબાઈલ ઈન્ટરનેટ પેક્સ રૂપિયા 126(2 GB - 30 દિવસ માટે), રૂપિયા 149 (2.5 GB - 30 દિવસ), રૂપિયા 249 (3 GB - 60 દિવસ) અને 3G ડેટા પેકમાં રૂપિયા 255 (2 GB - 30 દિવસ માટેના) રીચાર્જિંગ વેલ્યૂ પર લાગુ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X