For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી અઠવાડિયામાં જ ચુકવવા પડશે પૈસા, આ રીતે એલોન મસ્ક કરશે કમાણી

એલોન મસ્કે જ્યારથી ટ્વીટરની કમાન સંભાળતાની સાથે જ યુઝર્સ પાસેથી ચાર્જ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. એલોન મસ્ક તરફથી ટ્વીટર બ્લુ ટીક યુઝર્સને પ્રતિ માસ 8 ડોલર એટલે કે, 650 રૂપિયા દેવાનું ફરમાન કર્યું છે.

|
Google Oneindia Gujarati News

એલોન મસ્કે જ્યારથી ટ્વીટરની કમાન સંભાળતાની સાથે જ યુઝર્સ પાસેથી ચાર્જ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. એલોન મસ્ક તરફથી ટ્વીટર બ્લુ ટીક યુઝર્સને પ્રતિ માસ 8 ડોલર એટલે કે, 650 રૂપિયા દેવાનું ફરમાન કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એલન મસ્કે આગામી અઠવાડિયાના શરૂઆતમાં ટ્વીટરના બ્લુ ચેક માર્ક માટે ચાર્જ શરૂ કરવાની યોજના બનાવી છે. સમાચાર મુજબ દુનિયાની સૌથી અમીર વ્યક્તિ જે પણ નિર્ણય લે છે, તેના પર અમલ કરવાનું શરૂ કરી દે છે.

બ્લુ ટીક માટે ચૂકવણી કરવી પડશે

બ્લુ ટીક માટે ચૂકવણી કરવી પડશે

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અને બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, એલોન મસ્ક આ આવતા સોમવારથી બ્લુ ચેક માર્ક યુઝર્સ અને નવા બ્લુ ટીકમાર્ક રાખવા ઈચ્છતા યુઝર્સ માટે 8 ડોલર સબસ્ક્રિપ્શન સર્વિસ ફી વસૂલવાની યોજના ધરાવે છે.

ટ્વીટરમાં થશે મોટા ફેરફારો

ટ્વીટરમાં થશે મોટા ફેરફારો

એલોન મસ્કે ટ્વિટરની બાગડોર સંભાળતાની સાથે જ કંપનીના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે.

નવા નિયમો હેઠળ ટ્વીટર બ્લુ ટીકયુઝર્સને મસ્ક વતી દર મહિને 8 અથવા લગભગ 650 રૂપિયા ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

નવા નિયમ અનુસાર, જોટ્વીટર બ્લુ ટીક યુઝર્સ દર મહિને 650 રૂપિયા નહીં ચૂકવે, તો 90 દિવસની અંદર તેમની પાસેથી ટ્વીટર બ્લુ ટીક પાછી ખેંચી લેવામાંઆવશે.

ટ્વીટર બ્લુ ટીક માટે દર મહિને 650 રૂપિયા વસૂલવાના એલોન મસ્કના નવા નિયમ લોકોને પસંદ નથી આવી રહ્યા.

ટ્વીટરને ન થયો ફાયદો

ટ્વીટરને ન થયો ફાયદો

એક રિપોર્ટ અનુસાર, રાજનીતિ અને પત્રકારત્વમાં ટ્વીટરનો મજબૂત પ્રભાવ છે, તેમ છતાં કંપનીએ ક્યારેય નફો કર્યો નથી.

ટ્વીટરનીશરૂઆત 2006 માં થઈ હતી. ટ્વીટરે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં 270 મિલિયન ડોલરની ચોખ્ખી ખોટ નોંધાવી છે.

ટ્વીટરની વર્તમાનસિસ્ટમ હેઠળ, ટ્વીટર અકાઉન્ટને ચકાસવા માટે, બ્લુ ટીક મેળવવા માટે મફત એપ્લિકેશન બનાવવામાં આવે છે. મસ્ક ટ્વીટરની કમાનસંભાળ્યા બાદ હવે કંપનીના આ તમામ નિયમો બદલાશે.

એલોન મસ્ક આપી રહ્યો છે ઝટકા પર ઝટકા

એલોન મસ્ક આપી રહ્યો છે ઝટકા પર ઝટકા

ટ્વીટરના નવા માલિક એલોન મસ્કે આવતાની સાથે જ ઘણા મોટા આંચકાઓ આપ્યા છે. સૌથી પહેલા ટ્વીટરના CEO પરાગ અગ્રવાલસહિત ચાર મોટા અધિકારીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્વીટર પરથી અડધાકર્મચારીઓને છૂટા કરી શકાય છે. રિપોર્ટ અનુસાર ટ્વીટરમાં કર્મચારીઓની છટણી આજથી શરૂ થઈ રહી છે.

માહિતી અનુસાર, મસ્કકંપનીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમતમાં ઘટાડો કરીને લગભગ 82 બિલિયન ડોલર બચાવવા માંગે છે.

English summary
The money will have to be paid in the next week, this way Elon Musk will earn
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X