For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મસ્ક-ટ્વિટર ડીલ છે ટેક જગતની ત્રીજી સૌથી મોટી ડીલ, જાણો સંપૂર્ણ લિસ્ટ

સોમવારના રોજ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટર ખરીદી લીધું છે. આ ડીલ 44 બિલિયન ડોલર એટલે કે 3.37 લાખ કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. મસ્ક-ટ્વિટર ડીલ ટેકની દુનિયામાં અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી ડીલ છે.

|
Google Oneindia Gujarati News

સોમવારના રોજ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટર ખરીદી લીધું છે. આ ડીલ 44 બિલિયન ડોલર એટલે કે 3.37 લાખ કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. મસ્ક-ટ્વિટર ડીલ ટેકની દુનિયામાં અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી ડીલ છે. આ અગાઉ માઈક્રોસોફ્ટે તાજેતરમાં કેન્ડી ક્રશ ગેમ નિર્માતા એક્ટીવિઝન બ્લિઝાર્ડ સાથે ગેમિંગ ક્ષેત્રે તેનો સૌથી મોટો સોદો કર્યો હતો.

એલોન મસ્કે આ રીતે ખરીદ્યું ટ્વિટર

એલોન મસ્કે આ રીતે ખરીદ્યું ટ્વિટર

મસ્ક અને ટ્વિટર વચ્ચેની ડીલની વાત કરીએ તો, થોડા જ સમયમાં એલોન મસ્ક શેરહોલ્ડરથી ટ્વિટરના માલિક બની ગયા છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે સૌપ્રથમમાઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો અને થોડા દિવસો બાદ તેણે ટ્વિટર બોર્ડને પત્ર લખીને કંપનીને 100 ટકા ખરીદવાની મોટી ઓફર આપીનેબધાને ચોંકાવી દીધા હતા.

એલોન મસ્કે ટ્વિટરને 43 બિલિયન ડોલર (રૂપિયા 3.2 લાખ કરોડ)માં ખરીદવાની ઓફર કરી હતી, જે બાદ સોમવારના રોજ મોડેથી 44બિલિયન ડોલર (રૂપિયા 3.37 લાખ કરોડ) માં સોદો પૂર્ણ થયો હતો. મસ્કની ઓફર અનુસાર, તેણે ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર (રૂપિય 4148) ચૂકવવા પડશે.

માઇક્રોસોફ્ટનો સૌથી મોટો સોદો

માઇક્રોસોફ્ટનો સૌથી મોટો સોદો

ઉલ્લેખનીય છે કે, ટેકની દુનિયાની સૌથી મોટી ડીલ તાજેતરમાં જ થઈ છે. આ અંતર્ગત બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટે કેન્ડીક્રશ વીડિયો ગેમ નિર્માતા એક્ટિવિઝન બ્લિઝાર્ડને68.7 બિલિયન ડોલર (રૂપિયા 5.14 લાખ કરોડ) માં ખરીદવાની મંજૂરી આપી છે. માઈક્રોસોફ્ટના 46 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી ડીલ છે.

એક્ટિવિઝન બ્લિઝાર્ડનીગેમ લાઇનઅપમાં કોલ ઓફ ડ્યુટી, કેન્ડી ક્રશ, વોરક્રાફ્ટ, ડાયબ્લો, ઓવરવોચ અને હર્થસ્ટોનનો સમાવેશ થાય છે. આ ડીલ સાથે માઈક્રોસોફ્ટને એક્ટિવિઝનના લગભગ400 મિલિયન માસિક ગેમિંગ યુઝર્સ મળશે. આ ડીલ હેઠળ માઇક્રોસોફ્ટ એક્ટિવિઝનને શેર દીઠ 95 ડોલર ચૂકવશે.

નંબર બે પર છે ડેલ-EMC સોદો

નંબર બે પર છે ડેલ-EMC સોદો

આ યાદીમાં બીજા ક્રમે 2015 ડેલ અને EMC ડીલ છે. Dell Inc એ EMC કોર્પને હસ્તગત કરવા માટે 67 બિલિયન ડોલર (રૂપિયા 5.12 લાખ કરોડ) સોદો પૂર્ણકર્યો હતો.

આનાથી વિશ્વની સૌથી મોટી ખાનગી નિયંત્રિત ટેકનોલોજી કંપની અસ્તિત્વમાં આવી છે. નવી કંપની Dell Technologies માં Dell, Dell EMC,Pivotal, RSA, SecureWorks, VirtualStream અને VMwareનો સમાવેશ થાય છે.

અવાગો ટેકને બ્રોડકોમ ખરીદ્યુ

અવાગો ટેકને બ્રોડકોમ ખરીદ્યુ

ચોથા નંબરે એવોગો ટેકનોલોજી અને ચિપમેકર બ્રોડકોમ વચ્ચેનો સોદો આવે છે. આ ડીલ 2015માં થઈ હતી. આ સોદો 37 બિલિયન ડોલર (રૂપિયા 2.8 લાખ કરોડ) નોહતો.

સંયુક્ત કંપની હવે બ્રોડકોમ તરીકે ઓળખાય છે, પરંતુ અવાગો તરીકે વ્યવસાય કરે છે. તે યુએસમાં સેમિકન્ડક્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર ઉત્પાદનોના સૌથીમોટા સપ્લાયર્સમાંનું એક બની ગયું છે.

પાંચમા-છઠ્ઠા નંબર પર છે આ કરાર

પાંચમા-છઠ્ઠા નંબર પર છે આ કરાર

ટેકની દુનિયાની સૌથી મોટી ડીલ્સની આ યાદીમાં, ચિપ નિર્માતા AMD અને Geelinks ડીલ પાંચમા નંબરે આવે છે.

35 અબજ ડોલર એટલે કે રૂપિયા 2.6 લાખકરોડનો આ સોદો ઓક્ટોબર 2020માં થયો હતો, જ્યારે આ યાદીમાં છઠ્ઠા મોટા સોદાની વાત કરીએ તો IBM અને RedHat ડીલ આવે છે.

જુલાઈ 2019 માં વિશ્વનીઅગ્રણી IT કંપની IBM એ સોફ્ટવેર નિર્માતા રેડહેટને 2.34 લાખ કરોડ રૂપિયામાં ખરીદી હતી.

English summary
The Musk Twitter deal is the third biggest deal in the tech world, know the full list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X