ગુજરાતમાં માર્ચ સુધીમાં શરૂ કરશે નવો એન્કોર-આલ્કોમ પ્લાન્ટની કામગીરી
હૈદરાબાદ શહેર સ્થિત એલ્યુમિનિયમના દરવાજા અને બારીઓ ઉત્પાદક એન્કોર-આલ્કોમે બુધવારના રોજ જાહેરાત કરી હતી કે, તેમની કંપની ગુજરાતમાં સુરત ખાતે રૂપિયા 60 કરોડના રોકાણ સાથે અત્યાધુનિક ઉત્પાદન એકમ સ્થાપી રહી છે.
કંપની તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, 1.8 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો નવો પ્લાન્ટ, જે એલ્યુમિનિયમના દરવાજા અને બારીઓ માટે ઓટો રોબોટિક સુવિધા સાથેનું દેશનું પ્રથમ ઉત્પાદન એકમ હશે, જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરરોજ 30,000 ચોરસ ફૂટની ઉત્પાદન ક્ષમતા ધરાવશે.

એનકોર-આલ્કોમના સ્થાપક અને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, શિવા કોટી રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમારો નવો પ્લાન્ટ વિસ્તારની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી આવી સુવિધા પણ હશે. તે આ વર્ષે માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે. નવો પ્લાન્ટ 180 લોકો માટે રોજગારીની તકોનું સર્જન કરશે.












Click it and Unblock the Notifications
