For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બદલાઇ ગયું છે ભારતીય રેલવેનું ટાઇમ ટેબલ, 1 ઓક્ટોબરથી લાગુ થશે

ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્વના સમાચાર છે. ભારતીય રેલવે 1 લી ઓક્ટોબરથી પોતાનું નવું ટાઈમ ટેબલ જાહેર કરવા જઈ રહ્યું છે. રેલવેએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Indian Railway : ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્વના સમાચાર છે. ભારતીય રેલવે 1 લી ઓક્ટોબરથી પોતાનું નવું ટાઈમ ટેબલ જાહેર કરવા જઈ રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવા ટાઈમ ટેબલની રજૂઆત સાથે, ઘણી ટ્રેનના આગમન અને પ્રસ્થાનમાં ફેરફાર થશે. સ્ટેશન પર ટ્રેનના આગમનના સમયમાં ફેરફાર થશે. ઉત્તર રેલવે વિભાગ દ્વારા પણ 24 ટ્રેનની કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે.

Indian Railways

રેલવેનું નવું ટાઇમ ટેબલ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય રેલવે પોતાનું નવું ટાઇમ ટેબલ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે, કોરોનાને કારણે આ ટાઇમ ટેબલ ગયા વર્ષે બહાર પાડવામાં આવ્યું ન હતું, પરંતુ આ વર્ષે 1 ઓક્ટોબરથી નવા ટાઇમ ટેબલના રિલીઝની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, નવું ટાઈમ ટેબલ બહાર કરવામાં આવ્યા બાદ ઘણી ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય, સ્ટેશન પર તેમના રોકાવાના સમય વગેરે બધુ બદલાશે. એટલે કે, જો તમે 1 ઓક્ટોબર પછી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો મુસાફરી કરતા પહેલા પહેલા ટ્રેનનું નવુ ટાઇમ ટેબલ અને ટ્રેનનો સમય ચોક્કસથી જાણી લો.

Indian Railways

પહેલી ઓક્ટોબરથી ટ્રેનનું નવું ટાઇમ ટેબલ લાગુ થશે

જેમ જેમ વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે અને રસીકરણમાં પણ વધારો થઇ રહ્યો છે, તેમ તેમ રેલવે સેવાઓ પાટા પર પરત ફરી રહી છે. નવું ટાઈમ ટેબલ લાગુ થયા બાદ ભાડું પણ વધી શકે છે. નવા ટાઇમ ટેબલના અમલ બાદ ટ્રેનની શ્રેણી પણ બદલાશે. એવી શક્યતા છે કે, 1 ઓક્ટોબરથી નવા ટાઇમ ટેબલના અમલ બાદ રેલવે મુસાફરોને રાહત મળશે, પેસેન્જર ટ્રેનની સ્થિતિ પણ બદલાઈ શકે છે. ટ્રેનને જન શતાબ્દી, સુપરફાસ્ટ, એક્સપ્રેસ ટ્રેનની શ્રેણીની સાથે વિશેષની જગ્યાએ રજૂ કરવામાં આવશે. સ્થિતિના બદલાવ સાથે ટ્રેનના ભાડામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે.

Indian Railways

રેલવેએ ટ્રીપમાં પણ વધારો કર્યો

મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ ગોરખપુર અને મુંબઈ વચ્ચે દોડતી વિશેષ ટ્રેનોની ટ્રીપમાં વધારો કર્યો છે. રેલવેએ 1 જોડી ટ્રેનની આવર્તન વધારી છે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન સંપૂર્ણપણે આરક્ષિત વર્ગની ટ્રેન છે. મુસાફરોના ધસારાને નિયંત્રિત કરવા માટે રેલવેએ તેની આવર્તન વધારવાનો નિર્ણય કર્યો છે.

English summary
This is important news for millions of people traveling by train. Indian Railways is going to announce its new timetable from October 1. Railways have started preparations for this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X