For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંઈ બાબાને ચઢાવેલા પૈસા મુકવાની બેંકોમાં જગ્યા બચી નથી

શિરડીમાં આવેલા સાંઈ બાબાના મંદિરમાં એટલો બધો ચઢાવો છે કે બેંકો પાસે તેને રાખવા માટે કોઈ જગ્યા બચી નથી.

|
Google Oneindia Gujarati News

શિરડીમાં આવેલા સાંઈ બાબાના મંદિરમાં એટલો બધો ચઢાવો છે કે બેંકો પાસે તેને રાખવા માટે કોઈ જગ્યા બચી નથી. આના કારણે, બેંકોએ મંદિરના પૈસા લેવાની ના પાડી દીધી છે. બેંકો દ્વારા પૈસા ન લેવાને કારણે, મંદિરના દાનપત્રને ખોલીને દાનના પૈસાની ગણતરી કરવાનું બંધ કરવામાં આવ્યું છે. આ માહિતી શ્રી સાંઈ બાબા ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટના સીઇઓ દીપક મુગલીકરએ આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, દાનમાં વધારે પ્રમાણમાં સિક્કા હોય છે, જે હવે બેંક લેતી નથી. મુગલીકરે કહ્યું કે આ સ્થિતિથી ભારતીય રિઝર્વ બેન્કને અવગત કરાવવામાં આવી છે.

sai baba

દર અઠવાડિયે બે વાર ખુલે છે દાનપત્ર

શ્રી સાંઈ બાબા ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટના સીઇઓ દીપક મુગલીકરના જણાવ્યા મુજબ મંદિરમાં દાનપત્ર અઠવાડિયામાં બે વાર ખોલવામાં આવે છે અને ભક્તોનું દાન ગણવામાં આવે છે અને તેને બેંકમાં જમા કરાવામાં આવે છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે દરેક વખતની ગણતરીમાં 2 કરોડ રૂપિયા સુધીનું ભક્તોનું દાન મળે છે. તેમાંથી 5 લાખ રૂપિયા સુધીના સિક્કા હોય છે. આ સિક્કાઓ અને રોકડને રોટેશનના આધાર પર 8 રાષ્ટ્રીય બેંકોમાં વારાફરતી જમા કરાવવામાં આવે છે.

બેંકોએ સિક્કા લેવાનો ઇનકાર કર્યો

મુગલીકર અનુસાર, છેલ્લા કેટલાક મહિનાથી, બેંક તેમને જગ્યાની અછત વિશે જણાવી રહ્યા હતા. બેંકો કહે છે કે તેમની પાસે સિક્કા રાખવા માટે કોઈ જગ્યા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સમયે, બેંકોમાં ડિપોઝિટ તરીકે શ્રી સાંઈ બાબા ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટએ લગભગ 1.5 કરોડ રૂપિયાના સિક્કા જમા કરેલા છે.

English summary
There is no space left in banks to put donations of devotees of Sai Baba Temple in Shirdi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X