Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2014માં પ્રોપર્ટી સેક્ટરમાં રહેશે મંદી- સર્વે

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: વર્ષ 2014માં દેશભરમાં પ્રોપર્ટીની કિંમત અથવા તો સ્થિર રહેશે અથવા તેમાં સામાન્ય વધારો જોવા મળશે. આ અનુમાન સામે આવ્યું છે પ્રોપર્ટી વેબસાઇટ મકાન ડોટકોમના એક સર્વેમાં. આ સર્વેમાં મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને ચેન્નાઇ સહિત દેશના મોટાભાગના મોટા શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા.

નવેમ્બરમાં કરાવવામાં આવેલા આ સર્વેમાં એ માલૂમ પડે છે કે પ્રોપર્ટી માર્કેટમાં એવા લોકો વધારે આવશે, જે રોકાણના બદલે પોતાના ઉપયોગ માટે ઘર ખરીદવા ઇચ્છે છે. એટલે કે જે સ્થિતિ 2013માં હતી તે જ સ્થિતિ 2014માં પણ જોવા મળે તેવી શક્યતા છે.

property
2014માં પ્રોપર્ટી બજારમાં મોટાભાગના ખરીદારો પોતાના ઉપયોગ માટે ઘર ખરીદશે. મકાન ડોટકોમના સર્વેમાં 45 ટકા લોકોએ જણાવ્યું છે કે પોતાના ઉપયોગ માટે ઘર ખરીદશે જ્યારે રોકાણ માટે માત્ર 30 ટકા લોકો ઘર ખરીદવા ઇચ્છે છે.

26 ટકા લોકો અનુસાર 2014માં પ્રોપર્ટી બજારમાં કિમતોમાં વધારો નહીં થાય જ્યારે 25 ટકા અનુસાર કિંમતો 10 ટકા સુધી વધારો થઇ શકે છે. લોકોનું પ્રોપર્ટી બજેટ 2013ની જેમ જ રહેશે કારણ કે સર્વેમાં 58 ટકા લોકો અનુસાર તેઓ પોતાનું બજેટ વધારશે નહીં. સર્વેમાં એપાર્ટમેન્ટની તરફ લોકોનો રસ વધારે રહ્યો છે. 65 ટકા લોકો ફ્લેટના સ્થાને એપાર્ટમેન્ટમાં રહેવાનું પસંદ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X