For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Change from 1st July : 1 જુલાઇથી બદલાઇ જશે આ 11 નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર

બે દિવસ બાદ જુલાઈ મહિનો શરૂ થશે. આ વખતે 1 જુલાઈથી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જોકે, દર મહિનાની પહેલી તારીખે ઘણી વસ્તુઓ બદલાતી રહે છે, પરંતુ આ વખતે 1 જુલાઈ આ બાબતમાં ખાસ રહેશે.

|
Google Oneindia Gujarati News

Change from 1st July : બે દિવસ બાદ જુલાઈ મહિનો શરૂ થશે. આ વખતે 1 જુલાઈથી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જોકે, દર મહિનાની પહેલી તારીખે ઘણી વસ્તુઓ બદલાતી રહે છે, પરંતુ આ વખતે 1 જુલાઈ આ બાબતમાં ખાસ રહેશે, કારણ કે આ વખતે 1-2 નહીં, પરંતુ 11 વસ્તુઓ બદલાવાની છે.

સમગ્ર દેશમાં લેબર કોડના નવા નિયમો લાગુ કરવામાં આવશે

સમગ્ર દેશમાં લેબર કોડના નવા નિયમો લાગુ કરવામાં આવશે

જો બધું બરાબર રહ્યું તો 1 જુલાઈથી સમગ્ર દેશમાં લેબર કોડના નવા નિયમો લાગુ કરવામાં આવશે. તેના અમલીકરણ સાથે, નોકરી કરતાવ્યક્તિનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. હાથના પગારમાં આ ઘટાડા સાથે પીએફનું યોગદાન વધશે. આ સિવાય કામકાજના કલાકો 12અને વીકઓફ વધીને ત્રણ થઈ જશે.

ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે

ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે

ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જે રીતે ભાવ વધી રહ્યા છે, તે જોતા લાગે છેકે, આ વખતે 1 જુલાઈથી ભાવ ફરી વધી શકે છે.

આ વખતે બિન-સબસિડીવાળા ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંનેનીકિંમતમાં વધારો થવાની ધારણા છે.

કાર્ડની વિગતોને ટોકન્સમાં રૂપાંતરિત કરવામાં આવશે

કાર્ડની વિગતોને ટોકન્સમાં રૂપાંતરિત કરવામાં આવશે

આ ફેરફાર ઓનલાઈન શોપર્સ માટે છે. 1 જુલાઈથી, ઓનલાઈન શોપિંગ કંપનીઓ, વેપારીઓ અને પેમેન્ટ ગેટવે તેમના પ્લેટફોર્મ પર ક્રેડિટઅને ડેબિટ કાર્ડ ડેટા સુરક્ષિત રીતે સ્ટોર કરી શકશે નહીં.

ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RBI 1 જુલાઈથી કાર્ડ ટોકનાઈઝેશન સિસ્ટમશરૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમમાં, કાર્ડની વિગતોને ટોકન્સમાં રૂપાંતરિત કરવામાં આવશે.

1 જુલાઈ બાદ KYC અપડેટ કરી શકાશે નહીં

1 જુલાઈ બાદ KYC અપડેટ કરી શકાશે નહીં

જો તમે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટનું KYC પૂર્ણ કર્યું નથી, તો તેને 1 જુલાઈ પહેલા કરાવી લો. 1 જુલાઈ બાદ KYC અપડેટ કરી શકાશેનહીં.

આ તમને ભવિષ્યમાં પરેશાન કરી શકે છે. આ અગાઉ ડીમેટ ખાતાઓ માટે KYC કરાવવાની છેલ્લી તારીખ 31મી માર્ચ, 2022 હતી,પરંતુ બાદમાં તેને લંબાવીને 30મી જૂન કરવામાં આવી હતી.

1 જુલાઈ પહેલા કરી લો PAN અને આધાર કાર્ડને લિંક

1 જુલાઈ પહેલા કરી લો PAN અને આધાર કાર્ડને લિંક

PAN અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે, પરંતુ આ તારીખ સુધીમાં લિંક કરવા પર તમારે 1000રૂપિયાનો દંડ ભરવો પડશે, પરંતુ 30 જૂન સુધી બંને દસ્તાવેજોને લિંક કરવા પર 500 રૂપિયાનો દંડ છે. જો તમે લિંક ન કરાવી હોય તો 1જુલાઈ પહેલા કરી લો.

10 ટકા TDSની જોગવાઈ

10 ટકા TDSની જોગવાઈ

1 જુલાઈ, 2022 થી વ્યવસાય તરફથી મળેલી ભેટો પર 10 ટકા TDSની જોગવાઈ છે. ટેક્સની આ જોગવાઈ સોશિયલ મીડિયાનાપ્રભાવકો અને ડૉક્ટર્સને પણ લાગુ પડશે. જો કંપની દ્વારા આપવામાં આવેલ ઉત્પાદન પરત કરવામાં આવશે, તો TDS લાગુ થશે નહીં.

રોકાણકારોને વધુ એક મોટો આંચકો લાગશે

રોકાણકારોને વધુ એક મોટો આંચકો લાગશે

જો તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. 30 ટકા ટેક્સ બાદ ક્રિપ્ટો રોકાણકારોને વધુ એક મોટોઆંચકો લાગશે. ટેક્સ ઉપરાંત ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓએ પણ 1 ટકા TDS ચૂકવવો પડશે.

1 જુલાઈથી આ ડિસ્કાઉન્ટનો લાભ નહીં મળે

1 જુલાઈથી આ ડિસ્કાઉન્ટનો લાભ નહીં મળે

1 જુલાઈથી થનારો આ ફેરફાર દિલ્હીવાસીઓ માટે છે. સરકાર દ્વારા 30 જૂન સુધીમાં પ્રોપર્ટી ટેક્સ જમા કરાવવા પર 15 ટકા રિબેટઆપવામાં આવી રહી છે. 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી તમે આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશો નહીં.

હીરો મોટોકોર્પે તેની કિંમતમાં 3,000 રૂપિયાનો વધારો કરશે

હીરો મોટોકોર્પે તેની કિંમતમાં 3,000 રૂપિયાનો વધારો કરશે

1 જુલાઈથી દેશની અગ્રણી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે તેની કિંમતમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કાચામાલની કિંમતમાં વધારો અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. Hero MotoCorp નીજાહેરાત બાદ અન્ય કંપનીઓ પણ કિંમતમાં વધારો કરે તેવી શક્યતા છે.

1 જુલાઈથી એસી થઈ જશે મોંઘા

1 જુલાઈથી એસી થઈ જશે મોંઘા

વધતી ગરમી વચ્ચે 1 જુલાઈથી એસી પણ મોંઘા થઈ જશે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ AC માટે એનર્જી રેટિંગના નિયમોમાં ફેરફારકર્યો છે. આ ફેરફારો પછી, જે 1 જુલાઈથી અમલમાં આવશે, 5 સ્ટાર ACનું રેટિંગ ઘટાડીને 4 સ્ટાર કરવામાં આવશે. આ સાથે, કિંમત 10ટકા સુધી વધી શકે છે.

ટાટા મોટર્સે કોમર્શિયલ વાહનો મોંઘા કર્યા

ટાટા મોટર્સે કોમર્શિયલ વાહનો મોંઘા કર્યા

ટાટા મોટર્સે પણ કોમર્શિયલ વાહનો મોંઘા કર્યા છે. ટાટાએ કોમર્શિયલ વાહનોની કિંમતમાં 1.5 થી 2.5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરીછે. વિવિધ મોડલ અને વેરિઅન્ટના આધારે વધેલી કિંમતો 1 જુલાઈ, 2022થી લાગુ થશે.

English summary
These 11 rules will change from 1st July, will directly affect your pocket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X