જાણો: 1 એપ્રિલથી કઇ-કઇ બેંકોની કઇ-કઇ સેવા થશે મોંઘી!
નવી દિલ્હી, 13 માર્ચ: ભારતીય બેકિંગ સમૂહે 1 એપ્રિલ 2014થી પોતાની બેકિંગ સેવાઓને મોંઘી કરવાની જાહેરાત કરી છે. બેંકોએ પોતાની બેકિંગ સેવાઓ માટે લાગનાર દરમાં વધારો કરતાં તેને 1 એપ્રિલ 2014થી લાગૂ કરવાની વાત કહી છે.
જે સેવાઓના દરમાં 1 એપ્રિલ 2014થી વધારો થશે તેમાં એટીએમની સુરક્ષા પર થનાર ખર્ચ, ડીડી, ડુપ્લિકેટ પીન, એસએમએસ એલર્ટ વગેરે સેવાઓ છે. આ સેવાઓ ફક્ત ખાનગી બેંકોમાં જ નહી પરંતુ સરકારી બેંકોમાં પણ મોંઘી બની જશે. અત્યાર સુધી તમારે ડ્રાફ્ટ બનાવવાથી માંદીને ડુપ્લીકેટ પીન લેવા અને એસએમએસ એલર્ટ માટે વધુ પૈસા ચુકવવા પડશે.
તમારી નાની ભૂલ અથવા પછી બેંકમાંથી નાની સર્વિસ હવે પહેલાંના મુકાબલે મોંઘી પડશે. બેંકોએ ધીમે-ધીમે પોતાની સર્વિસિઝ ચાર્જ વધારવાનો શરૂ કરી દિધો છે. એક્સિસ બેંક, ધનલક્ષ્મી બેંક અને સિટી યૂનિયન બેંક બેકિંગ સેવાઓ મોંઘી કરવા જઇ રહી છે. યૂનિયન બેંક અને એસબીઆઇએ પણ થોડા દિવસો પહેલાં પોતાના સર્વિસ ચાર્જ વધારી દિધા છે.

ડુપ્લિકેટ પિન તથા અન્ય સેવા માટે 100 ફી ચુકવવી પડશે
એક્સિસ બેંકના ગ્રાહકોને હવે ઇસીએસ ડેબિટ ફેલ થતાં 200 રૂપિયાના બદલે 350 રૂપિયા ચૂકવવા પડશે. બેંકે ડુપ્લિકેટ પિન, ડિમાન્ડ ડ્રાફ્ટ કેન્સલ કરાવવા જેવી સેવાઓ માટે ફ્લેટ 100 રૂપિયા ફી કરી દિધી છે.

સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહી હોય તો ચાર્જ લાગશે
આ સાથે જ હવે સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહી હોય તો તમારે દર મહિને 250 ચુકવવા પડશે. માનવામાં આવે છે કે વધુ કેટલીક બેંક એસએમએસ એલર્ટ સર્વિસ ચાર્જમાં વધારો કરી શકે છે.

એસએમએસ એલર્ટ ચાર્જ લાગશે
ધનલક્ષ્મી બેંકે 1 એપ્રિલથી દર એસએમએસ એલર્ટ માટે 50 પૈસા વસૂલવાનો નિર્ણય કર્યો છે. હાલ બીજી બેંક દર ત્રિમાસિક એસએમએસ એલર્ટ માટે 15 રૂપિયા લે છે

લોકરના ચાર્જમાં વધારો
યુનિયન બેંકે લોકર ચાર્જમાં પણ વધારો કર્યો છે. મોટા લોકર માટે બેંકે ચાર્જ 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરી દિધો છે.

ડિમાન્ડ ડ્રાફ્ટની ફીમાં વધારો
આ સાથે જ યૂનિયન બેંકે પણ 10,000 રૂપિયા સુધીના ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાની ફી 38 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દિધી છે.

બેંકિંગ સેવા મોંઘી બનશે
એક્સિસ બેંક, ધનલક્ષ્મી બેંક અને સિટી યૂનિયન બેંક બેકિંગ સેવાઓ મોંઘી કરવા જઇ રહી છે. યૂનિયન બેંક અને એસબીઆઇએ પણ થોડા દિવસો પહેલાં પોતાના સર્વિસ ચાર્જ વધારી દિધા છે.

1 એપ્રિલથી લાગૂ કરાશે
1 એપ્રિલ 2014થી બેંકિગ સેવાઓના ચાર્જમાં વધારો થશે તેમાં એટીએમની સુરક્ષા પર થનાર ખર્ચ, ડીડી, ડુપ્લિકેટ પીન, એસએમએસ એલર્ટ વગેરે સેવાઓ છે. આ સેવાઓ ફક્ત ખાનગી બેંકોમાં જ નહી પરંતુ સરકારી બેંકોમાં પણ મોંઘી બની જશે.












Click it and Unblock the Notifications
