1 જૂનથી બદલાઇ જશે SBIની આ 5 સેવાઓ સાથે જોડાયેલા નિયમ

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો માટે આ છે કામની ખબર. 1 જૂનથી ભારતીય સ્ટેટ બેંકના અનેક નિયમ બદલાઇ રહ્યા છે. જે અંગે તમારે જાણવું જરૂરી છે. 1 જૂનથી તમારા માટે બેંકમાંથી કે એટીએમમાંથી પૈસા ઉપાડવું એટલું સરળ નહીં રહે. અહીં તમારે ચાર વારથી વધુ વખતે પૈસા ઉપાડવા માટે તમારા સર્વિસ ચાર્જ તરીકે અમુક પૈસા કપાશે. સાથે જ ફાટેલી નોટ બદલાવવા અંગે પણ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તો જો તમે પણ ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક હોવ તો વાંચો આ ખબર વિગતવાર અહીં....

ચાર્જ લાગશે

ચાર્જ લાગશે

ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકોએ હવે તેમના ખાતાથી પૈસા નીકાળવા માટે ચાર્જ આપવો પડશે. 1 જૂનથી તમે મહિનામાં ખાલી ચાર વખત જ મફતમાં પૈસા નીકાળી શકશો. તેનાથી વધુ વાર પૈસા નીકાળવા પર તમારે પ્રતિ ટ્રાંજેક્શન 50 રૂપિયાનો સર્વિસ ટેક્સ આપવો પડશે. તો આવતા મહિનાથી તમે તમારા ઉપાડને લઇને વ્યવસ્થિત પ્લાનિંગ કરજો જેથી કરીને તમારે ખોટા 50 રૂપિયાનો સર્વિસ ટેક્સ ના આપવો પડે.

એટીએમ પર પણ ચાર્જ

એટીએમ પર પણ ચાર્જ

ભારતીય સ્ટેટ બેંકના બેઝિક સેવિંગ એકાઉન્ટમાં ચાર વાર મફત કેશ નીકાળી શકાશે. તે પછી જો એસબીઆઇના એટીએમથી પૈસા નીકાળો છો તો તમને 10 રૂપિયા જેવા સર્વિસ ટેક્સ આપવો પડશે. જે તમારા ખાતામાંથી જ કપાશે. સાથે જ એસબીઆઇ સિવાયના કોઇ એટીએમથી તમે પૈસા ઉપાડી રહ્યા છો તો પૈસા નીકાળવા માટે તમારે 20 રૂપિયાના ચાર્જ અને સર્વિસ ટેક્સ આપવો પડશે.

કાર્ડ પર પણ ચાર્જ

કાર્ડ પર પણ ચાર્જ

આ સિવાય ભારતીય સ્ટેટ બેંક ખાલી રૂપે ડેબિટ કાર્ડ જાહેર કરવાના જ પૈસા નહીં લે. તે સિવાય ગ્રાહક તરીકે તમારે વીઝા કે માસ્ટર કાર્ડ લેવું હશે તો ભારતીય સ્ટેટ બેંક આ માટે પણ તમારાથી જ ચાર્જ લેશે. જો કે રૂપે ડેબિટ કાર્ડ મફતમાં મળશે.

વોલેટ ચાર્જ

વોલેટ ચાર્જ

1 જૂનથી ભારતીય સ્ટેટ બેંક એટીએમથી થનારા કેટલાક ટ્રાંજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લગાવી શકે છે. બેંકે જણાવ્યું કે આ ચાર્જ તે લોકો માટે છે જે સ્ટેટ બેંકના ઇ વોલેટ એસબીઆઇ બડીથી એટીએમ દ્વારા પૈસા નીકાળે છે. આ પહેલા તેવી ખબર ફેલાઇ હતી કે બેંક દરેક એટીએમ ટ્રાંજેક્શન પર 25 રૂપિયા લેશે. જેનાથી લોકો ગુસ્સે પણ ભરાયા હતા. જો કે પાછળથી બેંકે આ મામલે સ્પષ્ટતા આપી હતી. અને આ વાતને નકારી હતી.

જૂની ફાટેલી નોટ

જૂની ફાટેલી નોટ

જો તમે ભારતીય સ્ટેટ બેંકમાં પોતાની ફાટેલી નોટ બદલાવવા જઇ રહ્યા છો તો તે માટે પણ 1 જૂનથી તમારે પૈસા ચૂકવવા પડશે. બેંકમાં 20થી વધુ 500 રૂપિયાના ફાટેલી કે ગંદી નોટો બદલાવવા માટે 2 રૂપિયાથી લઇને 5 રૂપિયા સુધીનો ચાર્જ તમારે પ્રતિ નોટ આપવો પડશે. અને સર્વિસ ચાર્જ પણ લાગશે. તો હજી પણ તમારે કોઇ બેંકીગનું કામ કરવાનું હોય તો આજે તમારી પાસે 1 દિવસ છે. આ નવા નિયમો લાગુ થાય તે પહેલા તમારા મહત્વના બેંકિગ કામ આજે જ કરી લો.

English summary
These things will change from 1st june for sbi customers. Read here more.
Please Wait while comments are loading...