For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ચાર કંપનીઓ આપશે 43,000 નોકરીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: આ વર્ષ નોકરી અને રોજગારીના પ્રમાણમાં ખૂબ જ સારો રહેવાનો છે. પહેલા તો બેંકોએ મોટા પ્રમાણમાં નોકરીઓના દરવાજા ખોલ્યા અને પછી રેલવેએ સવા લાખ નોકરીઓની વાત કરી, પરંતુ હવે ચાર કંપનીઓ સામે આવી છે જે યુવક યુવતીઓને મોટા પ્રમાણમાં રોજગારીઓની તક પૂરી પાડશે.

આર્થિક સમાચાર પત્ર દ ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર ચાર પ્રાઇવેટ કંપનીઓ અર્ન્સ્ટ એન્ડ યંગ (Ernst & Young), પીડબ્લ્યૂસી (PwC), કેપીએમજી (KPMG) અને ડેલોઇટ (Deloitte) આવનારા ચાર વર્ષોમાં 43,000 લોકોને રોજગાર આપશે. એવું એટલામાં માટે સંભવ થયું છે કે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં બિઝનેસમાં વધારો થયો છે, ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં વિકાસ થઇ રહ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં તેજી આવી છે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આની પર ધ્યાન આપવાની શરૂઆત કરી છે.

ગ્રેજ્યુએટ, એન્જિનિયર, સીએ અને એમબીએની ડીગ્રી ધરાવતા લોકોને ખૂબ જ ફાયદો થશે. 60થી 89 ટકા નોકરીઓ તેમને જ મળશે. આ લોકોને 3 લાખ રૂપિયાથી 11 લાખ રૂપિયાનું વાર્ષિક સેલેરી પેકેજ મળી શકે છે. આ કંપનીઓ ઉપરાંત તેમની પાર્ટનર કંપનીઓ પણ મોટા પ્રમાણમાં રોજગારી આપી શકે છે. કુલ મળીને બજારમાં આ સમયે આશાવાદનો માહોલ છવાયેલો છે.

આ ચારમાંથી સૌથી નાની કંપની છે કેપીએમજી અને તેમની પાસે 8,000 કર્મચારીઓ છે પરંતુ કંપનીઓની યોજના છે કે તેઓ આવતા ચાર વર્ષોમાં 9,000 કર્મચારીઓની ભર્તી કરે. સૌથી વધારે રોજગાર અર્ન્સ્ટ એન્ટ યંગ આપશે. જેની પાસે 18,000 કર્મચારીઓ છે અને જે આવતા ચાર વર્ષોમાં 22,000થી 25000 લોકોને રોજગારી આપી શકે છે.

જુઓ કંઇ કંપની કેટલાની ભર્તી કરશે અને કેટલું પેકેજ આપશે..

અર્ન્સ્ટ એન્ડ યંગ (Ernst & Young)

અર્ન્સ્ટ એન્ડ યંગ (Ernst & Young)

સૌથી વધારે રોજગાર અર્ન્સ્ટ એન્ટ યંગ આપશે. જેની પાસે 18,000 કર્મચારીઓ છે અને જે આવતા ચાર વર્ષોમાં 22,000થી 25000 લોકોને રોજગારી આપી શકે છે.

પીડબ્લ્યૂસી (PwC)

પીડબ્લ્યૂસી (PwC)

આ ચાર કંપનીઓમાંની એક કંપની પીડબ્લ્યૂસી પણ લોકોને રોજગાર આપવા તત્પર છે. ગ્રેજ્યુએટ, એન્જિનિયર, સીએ અને એમબીએની ડીગ્રી ધરાવતા લોકોને ખૂબ જ ફાયદો થશે. 60થી 89 ટકા નોકરીઓ તેમને જ મળશે. આ લોકોને 3 લાખ રૂપિયાથી 11 લાખ રૂપિયાનું વાર્ષિક સેલેરી પેકેજ મળી શકે છે. આ કંપનીઓ ઉપરાંત તેમની પાર્ટનર કંપનીઓ પણ મોટા પ્રમાણમાં રોજગારી આપી શકે છે. કુલ મળીને બજારમાં આ સમયે આશાવાદનો માહોલ છવાયેલો છે.

કેપીએમજી (KPMG)

કેપીએમજી (KPMG)

આ ચારમાંથી સૌથી નાની કંપની છે કેપીએમજી અને તેમની પાસે 8,000 કર્મચારીઓ છે પરંતુ કંપનીઓની યોજના છે કે તેઓ આવતા ચાર વર્ષોમાં 9,000 કર્મચારીઓની ભર્તી કરે.

ડેલોઇટ (Deloitte)

ડેલોઇટ (Deloitte)

સૌથી વધારે રોજગાર અર્ન્સ્ટ એન્ટ યંગ આપશે. જેની પાસે 18,000 કર્મચારીઓ છે અને જે આવતા ચાર વર્ષોમાં 22,000થી 25000 લોકોને રોજગારી આપી શકે છે.

English summary
This four company will hire 43,000 people in next 4 year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X