For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોલર નહીં આ છે દુનિયાની નંબર વન કરન્સી, રૂપિયા સામે આટલી મજબુત

દુનિયાની સૌથી મજબુત ચલણી નાણુ એટલે કે કરન્સી કઇ છે? તમે વિચાર્યા વગર જવાબ આપી દેશો કે એમાં શું પૂછવાનું એ ડોલર છે. પણ થોભો શાયદ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે ખોટા છો.

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી મજબુત ચલણી નાણુ એટલે કે કરન્સી કઇ છે? તમે વિચાર્યા વગર જવાબ આપી દેશો કે એમાં શું પૂછવાનું એ ડોલર છે. પણ થોભો શાયદ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે ખોટા છો. તો આજે આપણે દુનિયાના સૌથી શક્તિશાળી ચલણી નાણા વિશે વાત કરીશું.

ડોલર વિશ્વની સૌથી મજબૂત ચલણ નથી

ડોલર વિશ્વની સૌથી મજબૂત ચલણ નથી

જ્યારે પણ આપણે વિશ્વના સૌથી મોંઘા ચલણ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મગજમાં પહેલું નામ આવે તે છે ડોલર. તેનું કારણ એછે કે, મોટાભાગના રૂપિયાની તુલના ડોલર સાથે કરવામાં આવે છે, પરંતુ ડોલર વિશ્વની સૌથી મજબૂત ચલણ નથી.

કુવૈતી ચલણની માંગ પણ ઘણી વધારે

કુવૈતી ચલણની માંગ પણ ઘણી વધારે

તમને આ વાત જાણીને થોડી નવાઈ લાગશે કે, કુવૈતી દિનાર વિશ્વની સૌથી શક્તિશાળી કરન્સી છે. હકીકતમાં કુવૈતમાં તેલનો ઘણો ભંડાર છે અને તેલની વધતી માંગને કારણે કુવૈતી ચલણની માંગ પણ ઘણી વધારે છે.

કુવૈતી દિનારની કિંમત 265 રૂપિયા

કુવૈતી દિનારની કિંમત 265 રૂપિયા

જ્યાં કુવૈતી દિનારની કિંમત 265 રૂપિયાથી વધુ છે, તો એક ડોલરની કિંમત 82 રૂપિયા છે. જોકે, આ દર સતત વધઘટ થતો રહે છે. હજૂપણ તમે જોઈ શકો છો કે, કુવૈતી દિનાર અને ડોલર વચ્ચે કેટલો તફાવત છે.

ભારતીય ચલણની સરખામણીમાં મજબૂત

ભારતીય ચલણની સરખામણીમાં મજબૂત

ઉલ્લેખનીય છે કે, કુવૈતી દિનારની કિંમત લગભગ 266 રૂપિયા છે. આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે, કુવૈતી દિનાર ભારતીય ચલણની સરખામણીમાં કેટલું મજબૂત છે.

વિશ્વની સૌથી મજબુત 5 કરન્સી

વિશ્વની સૌથી મજબુત 5 કરન્સી

કુવૈતી દિનાર, બહેરીની દિનાર, ઓમાની રિયાલ, જોર્ડનિયન દિનાર અને પાઉન્ડ સ્ટર્લિંગ વિશ્વની પાંચ સૌથી મોંઘી કરન્સીમાં શામેલ છે.ઉલ્લેખનીય છે કે, આ તમામ વિશ્વની સૌથી જૂની કરન્સીમાં પણ શામેલ છે. આ બધાની કિંમત ભારતીય રૂપિયા કરતા ઘણી જ વધારે છે

English summary
This is the world's number one currency, not the dollar, so strong against the rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X