Paytm ના ગ્રાહકોને 15 માર્ચ સુધીનો સમય, જલ્દી કરી લે આ કામ
આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમની મુશ્કેલીઓ વધી રહી છે. હવે આરબીઆઈએ પેટીએમના ગ્રાહકોને 15 માર્ચ સુધીનો આખરી સમય આપી દીધો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ Paytm પેમેન્ટ બેંકને ગ્રાહકના ખાતામાં જમા, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને ટોપ-અપ રોકવા વધુ 15 દિવસનો સમય આપ્યો છે. અગાઉ નિર્ધારિત સમયમર્યાદા 29 ફેબ્રુઆરી 2024 થી વધારીને 15 માર્ચ કરવામાં આવી છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં 32 બેંકોની યાદી બહાર પાડવામાં આવી છે જ્યાંથી યુઝર્સ પોતાના માટે ફાસ્ટેગ ખરીદી શકે છે. પેટીએમનું નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફાસ્ટેગ સાથે કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમારો ફાસ્ટેગ નીચે દર્શાવેલ બેંકોમાંથી જ ખરીદો. આ યાદીમાં 32 બેંકોના નામ બહાર પાડવામાં આવ્યા છે. RBIએ Paytm Fastag અંગે કહ્યું હતું કે 29 ફેબ્રુઆરી પછી તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
જો તમારી પાસે Paytm ફાસ્ટેગ છે તો તમે 29 ફેબ્રુઆરી સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આ પછી તમારું ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. જે પછી તમારે બીજું ફાસ્ટેગ ખરીદવું પડશે. પરંતુ હવે જો તમે આ ફાસ્ટેગને બંધ કરવા માંગતા નથી. તો અમે તમારા માટે એક ઉપાય છે. યુઝર્સ તેના Paytm ફાસ્ટેગને બંધ કરે તે પહેલાં પોર્ટ કરી શકે છે.
જો યુઝર્સ ઈચ્છે તો તેઓ તેમના ફાસ્ટેગને પોર્ટ કરી શકે છે અને તેને નિષ્ક્રિય પણ કરી શકે છે. જો તમારું ફાસ્ટેગ Paytm પેમેન્ટ્સ બેંકમાં હતું તો તમે તેને નિષ્ક્રિય કરી શકો છો અને તેને પોર્ટ પણ કરી શકો છો.












Click it and Unblock the Notifications
