For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેક્સ સેવિંગ: રોકાણની સાથે ટેક્સ બચાવવાના ઉપાયો

|
Google Oneindia Gujarati News

tax
અમદાવાદ, 13 માર્ચ: દિવસેને દિવસે મોંઘવારીનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી ઘર ચલાવવાની સાથે સાથે બચત પણ કરે તેવું ઇચ્છતો હોય છે. પરંતુ તેને ટેક્સ ભરવાની પણ ચિંતા સતાવતી રહે છે. ટેક્સ બચાવવા માટે આપણે રોકણ તો કરીએ છીએ પરંતુ જો આપ 30 ટકા બ્રેકેટમાં આવતા હોય આ રહ્યા રોકાણની સાથે ટેક્સ બચાવવાના 5 ઉપાયો.

1. જો આપની સેલરીમાં ફૂડ એન્ડ ગિફ્ટ કૂપનનો પણ સમાવેશ થાય છે, તો આપને જણાવી દઇએ કે આની પર આપને કોઇ ટેક્સ આપવાનો રહેતો નથી. જો આપને 2,600 રૂપિયાની આસપાસની કૂપન દર મહિને મળે છે તો આપની વાર્ષિક 9,640 રૂપિયાની ચોખી બચત થાય છે.

2. આપના ઘરે ન્યૂઝપેપર તો આવતુ જ હશે અને ટેલિફોન બિલ પણ. જો આપની કંપની આના ખર્ચાને પણ તેના પેકેજમાં સામેલ કરે છે તો લિમિટ છે 5000 રૂપિયા પ્રતિ મહીનાની તો ટેક્સ બચત થશે 18,540 રૂપિયા વાર્ષિક, કારણ કે આ ખર્ચા પર આપને કોઇ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી.

3. જો આપ ઘર ખરીદવા માટે હોમ લોન લઇ રહ્યા છો તો આપ જે વ્યાજ ચૂકવો છો તેના પર તો આપને ટેક્સ છૂટ મળે જ છે પરંતુ આપે તે ઘર ભાડા પર આપી દીધું તો રેન્ટલ ઇનકમનના 70 ટકા જ આપને ટેક્સ ભરવો પડશે બાકી 30 ટકા પર નહીં, તો એ પણ આપની સારી એવી બચત થઇ જશે.

4. હજી એક કામ કરો, ગાડી ખરીદવાને બદલે કંપનીને કહો કે ગાડી લીઝ પર આપે અને તે ખર્ચામાં જોડી દે. જોકે ભાડાથી લીધેલી કાર કરયુક્ત ખર્ચામાં આવે છે પરંતુ જે રકમ પર ટેક્સ લાગે છે, તે રકમ ખુબ જ નાની છે એટલે કે 2000-2500 રૂપિયા. પરંતુ આનાથી આપ લગભગ 2.5 લાખ રૂપિયા સુધીની બચત કરી શકશો.

5. આ જ રીતે ડ્રાઇવર ખુદ રાખવાને બદલે કંપનીને કહો કે તેની વ્યવસ્થા કરી આપે. માની લો કે દર મહિને આપ 10,000 રૂપિયાના બિલ લગાવો છો, તો વાર્ષિક રકમ થઇ ગઇ 1.20 લાખ રૂપિયા. ઓફિસ દ્વારા મળેલા આ ભથ્થામાંથી આપ 33,750 રૂપિયા વાર્ષિક બચાવી શકો છો.

English summary
Tax Saving: tips for savings tax with investment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X