For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાં રોજગાર પેદા કરવા નાણામંત્રીએ આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લૉન્ચ કરી

નવાં રોજગાર પેદા કરવા નાણામંત્રીએ આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લૉન્ચ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે અર્થવ્યવસ્થામાં સુધારા માટે નવા આર્થિક પેકેજ આત્મનિર્ભર ભારત 3.0નું એલાન કર્યું છે. આ પેકેજ અંતર્ગત આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની ઘોષણા કરવામાં આવી છે, જેનાથી કોવિડ રિકવરી ફેજ અંતર્ગત નવી નોકરીઓ પેદા થાય. સંગઠિત ક્ષેત્રમાં ઈપીએફઓમાં રજિસ્ટર્ડ કંપનીઓમાં 15000થી ઓછી સેલેરી પર પણ રાખવામાં આવતા નવા કર્મચારીઓને પણ આનો લાભ મળશે. 1 ઓક્ટોબરથી રિક્રૂટ થનાર કર્મચારી આનો લાભ ઉઠાવી શકશે અને બે વર્ષ સુધી તેનો લાભ ઉઠાવશે. સરકારે આના માટે સબ્સિડી સપોર્ટની ઘોષણા પણ કરી છે.

nirmala sitharaman

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પહેલા તબક્કામાં Emergency Credit Line Guarantee Scheeme ને 31 માર્ચ 2021 સુધી વધારવામાં આવી રહી છે. આ સ્કીમ સંપૂર્ણપણે સુરક્ષિત ગેરન્ટી આપે છે અને કૉલેટરલ ફ્રી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પાછલા 10-15 દિવસમાં કેટલાય સંકેતોએ દેખાડ્યું કે ઈકોનોમીમાં રિકવરી થઈ રહી છે. અર્થવ્યવસ્થાના વિવિધ સેક્ટરોમાં પણ રાહતભર્યું પ્રદર્શન જોવા મળી શકે છે. જેમ કે બેંક ક્રેડિટ 5.1 ટકા વધ્યું છે. શેર માર્કેટ રેકોર્ડ ટાઈમ પર હાઈ છે. કોવિડના મામલામાં ગિરાવટ આવી છે. નાણામંત્રીએ આત્મનિર્ભર ભારત પેકેજ પહેલા અને બીજા તબક્કા અંતર્ગત ઘોષિત પગલાની પ્રોગ્રેસ પર પણ જાણકારી આપી.

મોદી સરકારના 2 લાખ કરોડના પેકેજથી PIL દ્વારા 10 સેક્ટરને સીધો લાભ થશેમોદી સરકારના 2 લાખ કરોડના પેકેજથી PIL દ્વારા 10 સેક્ટરને સીધો લાભ થશે

પહેલેથી જ ઉમ્મીદ કરાઈ રહી હતી કે સરકાર એક નવા સ્ટિમુલસ પેકેજની ઘોષણા કરી શકે છે. નાણા સચિવ અજય ભૂષણે પણ આ મહિનાની શરૂઆતમાં જ સંકેત આપ્યા હતા કે સરકાર નવા પેકેજ પર કામ કરી રહી છે. જણાવી દઈએ કે અગાઉ સરકાર અર્થવ્યવસ્થા કોવિડ 19ના લપેટામાં આવ્યા બાદ કેટલાય મહત્વના ફેસલા લઈ ચૂકી છે, જેથી બજાર અને ગ્રાહકો પાસે પૈસા રહે અને અર્થ વ્યવસ્થાને જરૂરી પુશ મળી શકે.

English summary
To create more jobs finance minister launched atmanirbhar bharat rozgar yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X