For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધી બાદ બીજો મોટો નિર્ણય લેવા જઈ રહી છે મોદી સરકાર, હવે ગોલ્ડ પર છે નજર

નોટબંધી બાદ બીજો મોટો નિર્ણય લેવા જઈ રહી છે મોદી સરકાર, હવે ગોલ્ડ પર છે નજર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કાળા ધન પર લગામ લગાવવા માટે મોદી સરકાર ફરી એક મોટું પગલું ઉઠાવવાની તૈયારીમાં છે. નોટબંધી બાદ સરકારની નજર હવે બ્લેક મનીથી સોનું ખરીદનારાઓ પર છે. અંગ્રેજી ચેનલ સીએનબીસી આવાઝના અહેવાલ મુજબ સરકાર ગોલ્ડ ખરીદવા માટે એક ખાસ સ્કીમ લાવી શકે છે જે એમનેસ્ટી સ્કીમ જેવી હશે. જાણકારી મુજબ આ સ્કીમ અંતર્ગત એક નક્કી માત્રાથી વધુનું રસીદ વિનાનું સોનું હોવા પર તેની જાણકારી આપવી પડશે અને સરકારને ગોલ્ડની કિંમત જણાવવી પડશે.

ખાસ સમય સીમા માટે સ્કીમ હશે

ખાસ સમય સીમા માટે સ્કીમ હશે

સૂત્રો મુજબ આ એમનેસ્ટી સ્કીમ અંતર્ગત ગોલ્ડની કિંમત નક્કી કરવા માટે વેલ્યૂએશન સેન્ટરથી સર્ટિફિકેટ લેવાનું રહેશે. રસીદ વિનાના જેટલા ગોલ્ડનો ખુલાસો કરશે તેના પર એક નક્કી માત્રામાં ટેક્સ આપવો પડશે. આ સ્કીમ એક ખાસ સમય સીમા માટે જ ખોલવામાં આવશે. સ્કીમ ખત્મ થયા બાદ નક્કી માત્રાથી વધુ ગોલ્ડ મળવા પર ભારે દંડ ચૂકવવો પડશે. મંદિર અને ટ્રસ્ટ પાસે પડેલ ગોલ્ડનો પણ પ્રોડક્ટિવ ઈન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગ કરવા માટેનું ખાસ એલાન પણ થઈ શકે છે.

જલદી જ આ મંજૂરી મળી શકે છે

જલદી જ આ મંજૂરી મળી શકે છે

અહેવાલ મુજબ નાણા મંત્રાલયના ઈકોનોમિક અફેર્સ વિભાગ અને રાજસ્વ વિભાગે મળી આ સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જે બાદ તેને પાસ કરાવવા માટે કેબિનેટ પાસે મોકલવામાં આવ્યું. એવી ઉમ્મીદ જતાવાઈ રહી છે કે બહુ જલદી જ આ ડ્રાફ્ટને કેબિનેટની મંજૂરી મળી જશે. જાણકારી મુજબ ઓક્ટોબરના શરૂઆતી અઠવાડિયામાં જ આ ડ્રાફ્ટ પર કેબિનેટમાં ચર્ચા થનાર હતી પરંતુ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસબા ચૂંટણીને પગલે તે સમયે ચર્ચા ટાળી દેવામાં આવી હતી.

ગોલ્ડ બોર્ડ બનાવવાનું એલાન થઈ શકે છે

ગોલ્ડ બોર્ડ બનાવવાનું એલાન થઈ શકે છે

જાણકારી મુજબ એમનેસ્ટી સ્કીમની સાથોસાથે ગોલ્ડને અસેટ ક્લાસ તરીકે પ્રોત્સાહન આપવાનું પણ એલાન થઈ શકે છે. જેના માટે સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમને આકર્ષક બનાવવા માટે મહત્વનો બદલાવ કરવામાં આવી શકે છે. સોવરન ગોલ્ડ બૉન્ડ સર્ટિફિકેટને મોર્ટગેજ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવી શકે છે અને ગોલ્ડ બોર્ડ બનાવવાનું એલાન પણ થઈ શકે છે.

1 નવેમ્બરથી આ નિયમો બદલાઈ જશે, જાણી લો નહીં તો નુકસાન ભોગવવું પડશે1 નવેમ્બરથી આ નિયમો બદલાઈ જશે, જાણી લો નહીં તો નુકસાન ભોગવવું પડશે

English summary
To curb Black Money, modi sarkar may announce amnesty scheme, fine on gold above fixed quantity under scheme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X