ટેક્સ બચાવવો છે, તો 31 માર્ચ પહેલા અહીં કરો રોકાણ
જો તમે આવકવેરાના સ્લેબમાં આવો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. એટલું જ નહીં તમે ઈન્કમ ટેક્સ બચાવવા માટે એવી જગ્યાએ રોકાણ કરવા ઈચ્છતા હો, જ્યાંથી તમને સારું વળતર મળે તો અત્યારથી જ વિચારવા લાગો.
જો તમે આવકવેરાના સ્લેબમાં આવો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. એટલું જ નહીં તમે ઈન્કમટેક્સ બચાવવા માટે એવી જગ્યાએ રોકાણ કરવા ઈચ્છતા હો, જ્યાંથી તમને સારું વળતર મળે તો અત્યારથી જ વિચારવા લાગો. જી હાં, 31 માર્ચે નાણાકીય વર્ષ સમાપ્ત થશે, જો કે 30 અને 31 માર્ચે રજા છે. એટલે કેટલાક કામ તમારે 29 માર્ચે જ પૂરા કરી દેવા પડશે. છેલ્લે છેલ્લે એટલે કે 31 માર્ચ પહેલા અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ, જેનાથી તમે ટેક્સ બચાવી શક્શો.
આ પણ વાંચો: જાણો બાળકોના નામે Mutual fund કેવી રીતે ખરીદશો, બની જશે કરોડપતિ

પાકી ગયેલા રોકાણને લિક્વિડેટ કરી ફરી કરો રોકાણ
હાલના વર્ષમાં તમે તમારી આવકમાંથી એક પણ રૂપિયો અલગ કર્યા વિના તમારા પાકતા રોકાણને જ ટેક્સ બચાવે તેવી જગ્યાએ રોકી દો. તમે તમારા પોર્ટફોલિયોને તપાસીને એટલું જાણી લો કે ક્યાં કરેલું રોકાણ પાકી રહ્યું છે, અને કયું રોકાણ કોઈ નુક્સાન વગર લિક્વિડેટ કરી શકાય છે.

હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી લો
એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમારા પરિવારમાં ક્યારેક અચાનક આરોગ્યની સમસ્યા થાય તો સારવારમાં તમારી બચત વપરાઈ શકે છે. એટલે આ નુક્સાનથી બચવા માટે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લઈને તમારા પરિવારને કવર કરવું બેસ્ટ ઉપાય છે. જો તમે હજી સુધી કોઈ હેલ્થ પોલિસી નથી ખરીદી તો આ બેસ્ટ સમય છે. હેલ્થ ઈન્સ્યોરન્સ માટે જતું પ્રીમિયમ કલમ 80 ડી અંતર્ગત 25 હજાર અને વરિષ્ઠ નાગરિકો માટે 50 હજાર સુધી ટેક્સ બેનિફિટ છે.
તમારા માતા પિતા માટે હેલ્થ કવર ખરીદીને તમે 25 હજારથી 50 હજાર સુધી વધારાની ટેક્સ છૂટ મેળવી શકો છો. પરંતુ કલમ 80 ડી અંતર્ગત મળતી આ સુવિધાનો લાભ લેવા માટે તમારે ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ નોન કેશ મોડ એટલે કે ઓનલાઈન અથવા તો ડિજિટલી કરવું પડશે. આ પેમેન્ટ 31 માર્ચ પહેલા કરવું પણ જરૂરી છે. 31 માર્ચ પછી ચૂકવેલું પ્રીમિયમ ટેક્સ બેનિફિટ નહીં આપે.

ELSSમાં કરો રોકાણ
વેલ્થ ક્રિએશનની સાથે સાથે ટેક્સ બચતનો લાભ લેવાના બેસ્ટ ઉપાયોમાંથી એક છે ELSS મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. ELSS, ડાઈવર્સિફાઈટ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે, જેમાં એકવાર મોટી રકમ રોકીને કે પછી માસિક થોડું થોડું રોકાણ કરી શકાય છે. તમે કોઈ જાણીતા ફંડ હાઉસ દ્વારા કે પછી ઓનલાઈન સીધા જ ELSS ફંડ ખરીદીને રોકાણ કરી શકો છો. જો તમારી પાસે KYC કમ્પ્લાયન્ટ બેન્ક અકાઉન્ટ છે, તો તમે ઘરે બેસીને જ કાગળની કોઈ જ ઝંઝટમાં પડ્યા વગર લેવડદેવડ પૂરી કરી શકો છો. આ રોકાણ પર તમે કલમ 80સી અંતર્ગત લાભ મેળવી શકો છો.

ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદો
ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન એવા કોઈ પણ વ્યક્તિ માટે બેસ્ટ ઓપ્શન છે, જેના પર ફાઈનાન્સિયલ ડિપેન્ડન્ટ્સ છે. આવા લોકોએ યોગ્ય રકમનો ટર્મ ઈન્સ્યોરન્સ લઈને મૃત્યુ બાદ પરિવારને આર્થિક સુરક્ષા આપવી જોઈે. એક ટર્મ ઈન્સ્યોરન્સ માટે ચૂકવાયેલા પ્રીમિયમ પર 80 સી અંતર્ગત ટેક્સ બેનિફિટ મળી શકે છે. યાદ રાખો કે જો તમારી પાસે પહેલા જ એક લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી છે, તો એક નવી પોલિસી ખરીદતા સમયે અરજીમાં હાલના લાઈફ કવરની માહિતી જરુર આપો.

નેશનલ પેન્શન સ્કીમમાં કરો રોકાણ
જો તમે તમારી નિવૃત્તિ બાદના સમય માટે એક ફંડ તૈયાર કરવા ઈચ્છો છો તો એનપીએસ પર વિચાર કરો. તેનાથી પણ તમારો આવક વેરો બચશે. એનપીએસમાં રોકાણ કરીને તમે કલમ 80સીસીડી અંતર્ગત 50 હજાર સુધીનો ટેક્સ લાભ મેળવી શકો છો. તાજેતરમાં જ સરકારે મેચ્યોરિટી પર ઉપાડેલા પૈસાના 60 ટકા હિસ્સા પર ટેક્સ નહીં લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો બાકીની 40 ટકા રકમને એક એન્યુટી ખરીદવામાં રોકવી પડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
