For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કામ કરવાની દ્રષ્ટિએ આ છે 10 બેસ્ટ કંપનીઓ

|
Google Oneindia Gujarati News

કોઇ પણ નોકરીયાતનું એ જ સપનું હોય છે કે બોસ!, બસ કોઇ સારી કંપનીમાં નોકરી મળી જાય, પછી તો જલસા જ કરીશું. એક સારો પગાર અને સાથે જ એક સારો કેરિયર ગ્રોથ આપણા માટે કેટલો મહત્વપૂર્ણ છે તે વાત તો આપણે તમામ નોકરીયાત લોકો સારી રીતે જાણીએ છીએ.

ત્યારે અંગ્રેજી છાપા ઇકોનોમિક ટાઇમ્સ મુજબ ભારતમાં કામ કરવાની દ્રિષ્ટીએ ટોપ ટેન કંપનીઓમાં આ વખતે પણ ગૂગલ મોખરે રહ્યું છે. જ્યારે અમેરિકન એક્સપ્રેસને આ લિસ્ટમાં બીજું સ્થાન મળ્યું છે. ત્યારે ભારતમાં નોકરી કરવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ 10 કંપનીઓ કંઇ કંઇ છે તેના લિસ્ટ વિષે જાણો અહીં...

ગૂગલ ઇન્ડિયા

ગૂગલ ઇન્ડિયા

ગૂગલ ઇન્ડિયા આ વર્ષ પણ કામ કરવાની દ્રષ્ટ્રિએ બેસ્ટ કંપની જાહેર કરવામાં આવી છે. અહીં કેરિયર ગ્રોથની સાથે જ સેલરી અને કામ કરવાનો માહોલ પણ સારો છે જેના કારણે જ તેને આ ખિતાબ મળ્યો છે.

અમેરિકન એક્સપ્રેસ ઇન્ડિયા

અમેરિકન એક્સપ્રેસ ઇન્ડિયા

ક્રેડિટ કાર્ડની કંપની અમેરિકન એક્સપ્રેસની પાસે 11000 કર્મચારીઓ છે જે અમેરિકાની બહાર કામ કરે છે. અને કામ કરવાની દ્રષ્ટ્રિએ આ બીજી સારી કંપની છે.

અજ્જીવન વિત્તીય સેવા

અજ્જીવન વિત્તીય સેવા

કામ અને કર્મચારીઓના ફાયદાની દ્રષ્ટ્રીએ આ કંપનીએ 24માં નંબરથી સીધા ત્રીજા નંબર પર છલાંગ લગાવી છે.

ટેલેપર ફોર્મેંસ ઇન્ડિયા

ટેલેપર ફોર્મેંસ ઇન્ડિયા

શ્રેષ્ઠ ફેસિલીટી અને આધુનિક કાર્યપ્રણાલીની દ્રષ્ટ્રિએ ટેલેપર ફોર્મેંસ ઇન્ડિયાને આ લિસ્ટમાં ચોથો ક્રમ આપવામાં આવ્યો છે.

ગોદરેજ કંજ્યૂમર પ્રોડક્ટ્સ

ગોદરેજ કંજ્યૂમર પ્રોડક્ટ્સ

ગોદરેજ પણ પોતાના કર્મચારીઓની સુવિધાનો પૂર્ણ રીતે ખ્યાલ રાખે છે. જેના કારણે આ કંપનીનું નામ પણ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે.

મેરિએટ હોટલ્સ ઇન્ડિયા

મેરિએટ હોટલ્સ ઇન્ડિયા

ફાઉન્ડરના વિચારોને આજે પણ જીવનારા મેરિયટ હોટેલ્સ તેના કર્મચારીઓનું યોગ્ય ધ્યાન રાખે છે અને માટે જ આ કંપની છે ભારતમાં કામ કરવાની દ્રષ્ટ્રી શ્રેષ્ઠ તેવી છઠ્ઠી કંપની.

સેપ લેબ્સ ઇન્ડિયા

સેપ લેબ્સ ઇન્ડિયા

ગત વર્ષે પાંચમાં નંબરે આવનારી આ કંપની આ વર્ષે 7માં નંબરે આવી છે.

ઓબેરોય ગ્રુપ

ઓબેરોય ગ્રુપ

ઓબેરોય હોટલ અને રિસોર્ટ જેટલું ધ્યાન તેના ગ્રાહકોનું રાખે છે તેટલું તેના કર્મચારીઓનું પણ રાખે છે અને કદાચ આ જ કારણે આ કંપની આ લિસ્ટમાં 8માં નંબરે આવી છે.

લેમન ટ્રી હોટલ્સ

લેમન ટ્રી હોટલ્સ

લેમન ટ્રીના લગભગ 800 કર્મચારીઓને સાઇન લેન્ગવેઝ આવડે છે આ તેની વિશેષતા છે અને આ જ કારણે તે લોકોમાં લોકપ્રિય છે.

ઇનટૂટ ઇન્ડિયા પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર

ઇનટૂટ ઇન્ડિયા પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર

ગત વર્ષે 7માં નંબર પર રહેનારી આ કંપની આ વર્ષે 10માં નંબર પર આવી ગઇ છે.

English summary
The Economic Times, has come out with list of best companies to work in India. These companies have carved their names in the popular list due to friendly working environment, flexible work hours, women-friendly policies and employees in these companies are highly motivated. Here is the list:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X