For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ, FD કરતા સારું રિટર્ન આપે છે

મોદી સરકાર બન્યા બનાદ શેર બજાર સતત ઘટી રહ્યું છે. જો કે ચૂંટણી પહેલા સુધી શેર બજારમાં તેજી દેખાતી હતી.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર બન્યા બનાદ શેર બજાર સતત ઘટી રહ્યું છે. જો કે ચૂંટણી પહેલા સુધી શેર બજારમાં તેજી દેખાતી હતી. શેર બજારમાં ઘટાડાને કારણે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન પણ બગડ્યા છે. પરંતુ જો ટોપ 10 મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડના લાંબા સમયનું રિટર્ન જોઈએ તો તે ખૂબ જ સારું છે. આ મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સે બેન્કની ફિક્સ ડિપોઝિટ કરતા સારું રિટર્ન આપ્યું છે. પાછલા 5 વર્ષમાં જ્યાં બેન્કની એફડીએ સરેરાશ 7 ટકા રિટર્ન આપ્યું છે, ત્યાં મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડે લગભગ બમણું રિટર્ન આપ્યું છે. નિષ્માતોના કહેવા પ્રમાણે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં હજી પણ લાંબા સમય સુધી રોકાણનો ફાયદો ઉઠાવી શકો છો.

આ પણ વાંચો: 15 વર્ષમાં કરોડપતિ બનવાની ફોર્મ્યુલા, આજે જ અપનાવો

લાંબા સમયના રોકાણ સામે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ સારા

લાંબા સમયના રોકાણ સામે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ સારા

શેરખાનના ઉપાધ્યક્ષ મૃદુલકુમારના કહેવા પ્રમાણે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકાય છે. તેમના કહેવા પ્રમામે આજની નાની કંપની જ પાછળથી મોટી બને છે. ત્યારે જો મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડની સારી સ્કીમમાં રોકાણ કરવામાં આવે તો લાંબા સમયે સારું રિટર્ન મેળવી શકાય છે.

મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કરશો રોકાણ

મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કરશો રોકાણ

ફાઈનાન્સિયલ એડવાઈઝર ફર્મ બીપીએન ફિનકૈપના ડિરેક્ટર એ. કે. નિગમ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકાય છે. પરંતુ તેના માટે મ્યુચ્યુઅલ ફંડમાંથી સારું રિટર્ન મેળવવા માટે 2 વાતો હંમેશા યાદ રાખવી જોઈે. એક તો રોકાણ લાંબા સમય માટે અને ઓછામાં ઓછા 3-5 વર્ષ માટે કરવું જોઈએ. બીજું મ્ચુચ્યુઅલ ફંડમાં પૈસા એક વારે ન લગાવવા જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સૌથી સારી રીત દર મહિને થોડું થોડું રોકાણ કરવાની છે. મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રોકાણની રીતને SIP કહે છે.

આ છે ટોપ 10 મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ

આ છે ટોપ 10 મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ

- DSP મિડ કેપ ફંડે 5 વર્ષમાં આપ્યું 13.68 ટકાનું રિટર્ન
- કોટક ઈમર્જિંગ ઈક્વિટી ફંડ ગ્રોતે 5 વર્ષમાં આપ્યું 14.21 ટકાનું રિટર્ન
- L & T મિડ કેપ ફંડ ગ્રોથે 5 વર્ષમાં આપ્યું 13.35 ટકાનું રિટર્ન
- DSP મિડ કેપ ફંડે 5 વર્ષમાં આપ્યું 12.78 ટકાનું રિટર્ન
- ફ્રેંન્કલીન ઈન્ડિયા પ્રાઈમા ફંડે 5 વર્ષમાં આપ્યું 12.58 ટકાનું રિટર્ન
- HDFC મિડ કેપ ઓપોર્ચ્યુનિટી ફંડે 5 વર્ષમાં આપ્યું 15.71 ટકાનું રિટર્ન
- કોટક ઈમર્જિંગ ઈક્વિટી ફંડે 5 વર્ષમાં આપ્યું 11.59 ટકાનું રિટર્ન
- એડલવાઈઝ મિડ કેપ ફંડે 5 વર્ષમાં આપ્યું 11.62 ટકાનું રિટર્ન
- એક્સિસ મિડ કેપ ફંડે 5 વર્ષમાં આપ્યું 11.61 ટકાનું રિટર્ન
- ટાટા મિડ કેપ ગ્રોથ ફંડે 5 વર્ષમાં આપ્યું 11.56 ટકાનું રિટર્ન

નોંધઃ મ્યુચ્યુઅલ ફંડનો ડેટા 23 જુલાઈ 2019 સુધીનું અપડેટેડ છે.

નાના અમાઉન્ટથી શરૂ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં SIP

નાના અમાઉન્ટથી શરૂ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં SIP

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની નાની રીતે સિસ્ટોમેટિક ઈન્વેસ્ટેન્ટ પ્લાન કહેવાય છે. SIPના માધ્યમથી રોકાણ કરવા પર સારું રિટર્ન મેળવવાની આશા વધ જાય છે. SIPના મધ્યથી દર મહિને 500 રૂપિયાનું રોકાણ પણ કરી શકાય છે. જો કોઈ 10 વર્ષ સુધી 1000 રૂપિયાનું રોકાણ કરે તો 2.38 લાખ રૂપિયા થઈ જદશે. અહીં મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન 12 ટકા માનવામં આવ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કરશો SIP

મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કરશો SIP

મ્યુચ્યુઅલ ફંડમાં SIP 3 રીતે શરૂ કરી શકાય છે. પહેલી રીત છે કે મ્યુચ્યુલ ફંડ એજન્ટ દ્વારા SIP કરી શકો. બીજી રીત છે કોઈ શેર બ્રોકર પાસે ઓનલાઈન ટ્રેડિંગ અકાઉન્ટ ખોલીને પણ SIP કરી શકાય. તો ત્રીજી રીત એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ડિરેક્ટ પ્લાનમાં રોકાણ કરવામાં આવે. આ રીતે મ્યુચ્યુલ ફંડ કંપનીઓની વેબસાઈટ પર જઈને સીધા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને ખરીદી શકાય છે.

English summary
Top 10 Mid Cap mutual fund schemes for investing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X