For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ટૉપ 5 રિયલ એસ્ટેટ વેબસાઈટ

શું તમે પણ ઘર કે કોઈ પ્રોપર્ટી ખરીવા ઈચ્છો છો? જ્યારે પણ ભાડે ઘર કે પ્રોપર્ટી લેવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો રિયલ એસ્ટેટ એજન્ટ પર નિર્ભર બની જાય છે

|
Google Oneindia Gujarati News

શું તમે પણ ઘર કે કોઈ પ્રોપર્ટી ખરીવા ઈચ્છો છો? જ્યારે પણ ભાડે ઘર કે પ્રોપર્ટી લેવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો રિયલ એસ્ટેટ એજન્ટ પર નિર્ભર બની જાય છે, જો કે શું તમે જાણો છો કે, આ કામ તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો. એવી ઘણી બધી માહિતી કે જેને તમે માત્ર એક ક્લીકથી મેળવી શકો છો.

અમે વાત કરી રહ્યા છીએ રિયલ એસ્ટેટ વેબસાઈટની, આમ તો દરેક વેબસાઈટમાં અલગ-અલગ ફિચર્સ હોય છે, પણ તે તમારા પર આધાર રાખે છે કે તમે તમારી પસંદ અને પ્રાથમિકતાને આધારે કોને ચૂંટો છો. તમને કેટલીક યુનિક રિયલ એસ્ટેટ વેબસાઈટના યુનિક સેલિંગ પોઈન્ટસ સાથે જોડાયેલી જાણકારી આપીશું. જેમાં વેબસાઈટની રેંક અને લિંકની સાથે વિવિધ વેબસાઈટની લિસ્ટ પણ છે. જેથી તમે સીધા તમારી પસંદગીની રિયલ એસ્ટેટ સાઈટ પર જઈ તમને જોઈતી માહિતી મેળવી શકશો.

99એકર(99acres)

99એકર(99acres)

રિયલ એસ્ટેટ વેબ પોર્ટલની ટોપ 10ની લિસ્ટમાં સૌથી પહેલો નંબર આવે છે 99 એકરનો. મિલકતની ખરીદી કે વેચાણ માટેની આ પ્રમુખ વેબસાઈટ છે. તે ભારતની નંબર વન રિયલ એસ્ટેટ વેબ પોર્ટલ હોવાનો દાવો કરે છે, જેથી અમે તેને આ લિસ્ટમાં પહેલી શામેલ કરી છે.

99 એકરની યુએસપી રિસેલ છે. જો તમે તમારુ એપાર્ટમેન્ટ, વિલા કે કોમર્શિયલ પ્રોપર્ટીને રિસેલ કરવા ઈચ્છો છો તો આ વેબસાઈટ તમને લોકેશન, પ્રોજેક્ટસ કે સોસાયટીની વિસ્તૃત શ્રૃંખલા અને તેની સાથે જોડાયેલી મુખ્ય જાણકારી આપી શકે છે. તેમનો ડેટાબેઝ અન્ય વેબસાઈટની સરખામણીએ ઘણો વાસ્તવિક છે. જેમાં ખરીદી અને વેચાણ માટે સારા ફિચર્સ છે. જેની ઓફિશ્યલ વેબસાઈટ છે. https://www.99acres.com

મેજિક બ્રિક્સ (MagicBricks)

મેજિક બ્રિક્સ (MagicBricks)

જો મેજિક બ્રિક્સ https://www.magicbricks.com ના યુએસપીની વાત કરીએ તો આ વેબસાઈટ ખાસ કરીને ખરીદ અને રેન્ટ માટે ડિઝાઈન કરાઈ છે. તેનું બાઈન્ડ સર્ચ એન્જીન ગમે તેવું છે, કારણ કે તેનું રિઝલ્ટ ઘણું સંતોષજનક છે. રેન્ટ માટેનો તેનો ડેટાબેઝ ઘણો સારો છે. જો તમે ઘરને રિસેલ કરવા ઈચ્છો છો તો તે માટે આ સારો ઓપ્શન નથી. આ માટે તમારે બીજી વેબસાઈટ જોવી. મેજિક બ્રિક્સની એક બીજી વસ્તુ કે જે ગમે તેવી છે. જેમાં ફોટા અને ડિટેલ રિસર્ચ, જે મિલકત ખરીદવા માટે ઓફર કરે છે.

કોમન ફ્લોર (CommonFloor)

કોમન ફ્લોર (CommonFloor)

3જો નંબર આવે છે કૉમન ફ્લોરનો. https://www.commonfloor.com. આ એક નવી વેબસાઈટ છે પણ તેણે ખૂબ ઓછા સમયમાં સારુ નામ કમાઈ લીધુ છે. તેની યુએસપી મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવા પ્રમુખ શહેરોમાં ખરીદી અને વેચાણની છે. જેથી તમે પોતે થ્રી ટાયર સિટિ જેવા કે ભોપાલ કે લખનઉ જેવા શહેરોમાં રહો છો તો આ વેબસાઈટ દ્વારા તમે તમારી શોધ પૂરીં કરી શકશો નહિં.

ઈન્ડિયા પ્રોપર્ટી (IndiaProperty)

ઈન્ડિયા પ્રોપર્ટી (IndiaProperty)

આમારા આ લિસ્ટમાં ચોથુ નામ આવે છે ઈન્ડિયા પ્રોપર્ટી https://www.indiaproperty.comનું. તમે કોઈ નિશ્ચિત પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો છો અને તે વિશે તમને જાણકારી જોઈએ છે તો આ સાઈટ તમારા કામની છે. આ વેબસાઈટની યુએસપી છે તેની ડિટેલ કે જે તે આપે છે. તેમાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે કોઈપણ શહેર વિશે પ્રમુખ માહિતી મેળવી શકો છો.

હાઉસિંગ

હાઉસિંગ

હવે પછીનો નંબર છે હાઉસિંગ https://housing.com/in/buyનો. કૉમન ફ્લોર, ઈન્ડિયા પ્રોપર્ટી અને હાઉસિંગ આ બધા જ એક જેવા પોર્ટલ છે. આ વેબસાઈટની સૌથી સારી વાત એ છે કે તેનો ડેટાબેઝ સ્પષ્ટ છે. તેના ડેટાની ક્વોલીટીને કારણે આ વેબસાઈટ પર પ્રોપર્ટીની ખરીદી અને વેચાણનો સક્સેસ રેટ સારો છે. હાઉસિંગ ડૉટ કૉમ પ્રમાણે તેમની વેરિફાઈડ લિસ્ટિંગ 1 મિલિયનથી વધુ છે. ઉપરાંત તમે ભારત બહારની પ્રોપર્ટી પણ ખરીદવા ઈચ્છો છો તો તે માટે આ વેબસાઈટ ખાસ છે.

English summary
Top 5 Real Estate Websites in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X