એક જ બેંકની બીજી શાખામાં એકાઉન્ટ ટ્રાન્સફર કેવી રીતે કરવું?

અનેક લોકોને એક પ્રશ્ન સતાવતો હશે કે જોબના કારણે થોડા થોડા સમયે શહેર બદલવું પડે ત્યારે બેંક પણ બદલવી પડે છે. અનેક કિસ્સાઓમાં ભાડે રહેતા હોઇએ ત્યારે ઘર બદલવાને કારણે બેંકની શાખા દૂર પડતી હોય છે. આવા સમયે દર વખતે બેંક બદલવી કેટલું વાજબી છે?

હવે આપની બેંકની જ અન્ય શાખામાં નંબર બદલ્યા વિના પોતાનું સેવિંગ બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો. આ પ્રકારનું ટ્રાન્સફર વિના કોઇ નિયંત્રણ થઇ શકે છે. ગ્રાહકના કેવાયસીની મદદથી નવા એડ્રેસ પ્રુફ સાથે નંબર બદલ્યા વિના ગ્રાહક બેંકની શાખા બદલી શકે છે. આ અંગે આરબીઆઇએ થોડા દિવસ પહેલા એક રાજીનામુ બહાર પાડ્યું હતું.

stock-market-19

ભારતમાં અનેક બેંકોએ આ સેવાનો અમલ શરૂ કરી દીધો છે. ઉદાહરણ તરીકે એક્સિસ બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટીની સેવા પૂરી પાડે છે. જેના કારણે આપ શાખા બદલો તો પણ એકાઉન્ટ નંબર એનો એ જ રહે છે.

આ માટે આપ આપના ઘરની નજીકની શાખા પસંદ કરી તેમાં સંપર્ક સાધી શકો છો. આ ઉપરાંત આપની ચેક બુક પણ બદલાશે નહીં અને ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ પણ એનો એ જ રહેશે. જો કે ભારતમાં કેટલી બેંકોએ આ સેવા શરૂ કરી દીધી છે તેની સત્તાવાર કોઇ માહિતી નથી.

આ સેવા કેટલી ઉપયોગી?
આ સેવા અવારનવાર બદલી થતી હોય અથવા ભાડે રહેતા લોકો માટે શ્રેષ્ઠ છે. જેના કારણે તેમણે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X