For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વીટર પણ ઉતરશે હવે સ્ટોક માર્કેટમાં

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 13 સપ્ટેમ્બર : નેટવર્કિંગ સાઇટ ટ્વીટરે જાહેરાત કરી છે કે તેણે શેરબજારમાંથી મૂડી એકત્ર કરવા માટે અમેરિકન નિયામક પાસે અરજી કરી છે. કંપનીએ પોતાની સત્તાવાર ટ્વીટમાં જણાવ્યું છે કે 'અમે ગુપ્ત રીતે સેક પાસે આઇપીઓ યોજના માટે એસ-1 ફોર્મ દાખલ કર્યું છે.'

સેકમાં કંપનીઓને લિસ્ટિંગ કરાવવા માટે એસ-1 ફોર્મ ભરવું જરૂરી હોય છે. ગયા વર્ષે ફેસબુકના આઇપીઓને મળેલા જબરદસ્ત પ્રતિસાદને પગલે ટ્વીટરને પણ સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ટ્વીટર ટૂંક સમયમાં પોતાનો આઇપીઓ માર્કેટમાં લાવવા ઇચ્છે છે. જો કે આઇપીઓ ક્યારે લાવવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

twitter

વિશ્વભરમાં ટ્વીટરના અંદાજે 20 કરોડથી વધારે યુઝર્સ છે. આ સાઇટની કુલ કિંમત 10 અબજ અમેરિકન ડૉલર આંકવામાં આવી છે. ટ્વીટરે મંગળવારે મોબાઇલ આધારિત વિજ્ઞાપન કંપની મોપબના અધિગ્રહણ માટેની ઘોષણા કરી હતી. આ અધિગ્રહણ 35 કરોડ અમેરિકન ડૉલરમાં કરવામાં આવ્યું છે.

માનવામાં આવે છે કે ટ્વીટરના આઇપીઓમાં રોકાણ કરનારાઓને પોતાના રોકાણનો હિસ્સો સારા નફા સાથે પાછો મળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્કેટમાં ફેસબુક અને લિંક્ડઇન જેવી સાઇટ્સ લિસ્ટેડ થઇ ચૂકી છે.

English summary
Twitter applied for getting listing in American stock Market
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X