યુનિનોર, ટાટા ટેલી, વીડિયોકોનની સર્વિસ થશે બંધ

ટાટા ટેલી સર્વિસિઝના જમ્મૂ કાશ્મીર અથવા ઉત્તર પૂર્વ રાજ્યોમાં ગ્રાહકોને 18 જાન્યુઆરીથી આ કંપનીઓની મોબાઇલ સર્વિસ નહી મળે. આ કંપનીઓના ગ્રાહકોએ નવા સર્વિસ પ્રોવાઇડરની પસંદગી કરવી પડશે. ટાટા ટેલી ઉપરાંત યુનિનોર અને વીડિયોકોનના મોટાભાગના ટેલિકોમ લાઇસન્સની સમયમર્યાદા 18 જાન્યુઆરીના રોજ પૂરી થઈ રહી છે. આવામાં આ કંપનીયો એ રાજ્યોમાં પોતાની સર્વિસ બંધ કરશે જ્યા તેઓ હાલમાં જ થયેલી હરાજીમાં સ્પેક્ટ્રમ જીતી શકી નથી.
યુનિનોર માત્ર 6 સર્કલમાં જ સ્પેક્ટ્રમ જીતી શકી નથી. એટલે કે બાકી ત્રણ સર્કલ મુંબઇ, કોલકત્તા અને પશ્ચિમ બંગાળમાં પોતાની સેવાઓ બંધ કરવી પડશે. વીડિયોકોનને પણ હરાજીમાં માત્ર 6 સર્કલ જ મળ્યા છે. એટલે કે મુંબઇ, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત 11 મોટા સર્કલોમાં તેને પોતાની સર્વિસ બંધ કરવી પડશે. ટાટા ટેલિને પહેલેથી જમ્મુ કાશ્મીર, અસમ અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં પોતાની સીડીએમે સર્વિસ બંધ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
