For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2014એ બદલ્યા નોન ઇક્વિટી ફંડના 'લોંગ ટર્મ' માપદંડો

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં લોંગ ટર્મની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે. હવેથી નોન ઇક્વિટી ફંડ માટે લોંગ ટર્મ 12 મહિનાને બદલે 36 મહિના ગણાશે. આનો સીધો અર્થ એ છે કે પહેલા આપને લાંબા ગાળાના મૂડી લાભ એક વર્ષ પછી મળતા હતા. હવે આપે નોન ઇક્વિટી ફંડ માટે આ લાભ લેવા 3 વર્ષ સુધી રાહ જોવી પડશે.

નોન ઇક્વિટી ફંડને એવા ફંડ ગણવામાં આવે છે જેમાં 65 ટકા કરતા ઓછી ઇક્વિટી હોય. તેનો અર્થ એમ પણ થયો કે તેમાં ડેટ ફંડની સાથે ગોલ્ડ ફંડનો પણ સમાવેશ થયો છે.

interest-rates

આ ઉપરાંત બજેટમાં નોન ઇક્વિટી ફંડ પર લાંબી અવધિએ મળતા વ્યાજ પર લાગતા ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ટેક્સ 10 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે. આ કારણે ભૂતકાળની સરખામણીએ ભવિષ્યમાં ડેટ ફંડમાં રોકાણના આકર્ષણમાં ઘટાડો નોંધાશે. વર્તમાન સમયમાં નોન ઇક્વિટી ફંડ પર ઇન્ડેક્સેશન પહેલા 10 ટકા ટેક્સ લાગતો હતો હવે ઇન્ડેક્સેશન બાદ એટલે કે એક વર્ષ બાદ તેના પર 20 ટકા ટેક્સ લાગશે.

બીજી તરફ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કોઇ પ્રકારનો ચાર્જ લગાવવામાં આવ્યો નથી. જેના કારણે હવે ભવિષ્યમાં ઇક્વિટી ફંડ વધારે આકર્ષક બનશે. ઉપરાંત તેમાં રહેલા જોખમને કારણે રોકાણ કરતા ખચકાતા રોકાણકારો પણ તેમાં રોકાણ કરવા માટે પ્રેરાશે.

નોંધનીય બાબત એ પણ છે કે બજેટ 2014માં અન્ય વર્ગોમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇનની વ્યાખ્યામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

English summary
Union Budget 2014 changes long term criteria for non equity funds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X