For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2020માં ખેડૂતોના ઉત્પાદનને બજાર આપવા માટે બે મોટી ઘોષણાઓ

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રમાં સુધારો કરવા માટે બે મોટી ઘોષણાઓ કરી છે.

|
Google Oneindia Gujarati News

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રમાં સુધારો કરવા માટે બે મોટી ઘોષણાઓ કરી છે. ખેડૂત રેલ અને કૃષિ ઉડાન નામની આ યોજનાઓમાં ભારતીય રેલવે અને ઉડાન વિભાગની મહત્વની ભૂમિકા હશે. યોજનાઓનો ઉદ્દેશ્ય દેશના ખેડૂતોની આવકમાં વધારો કરીને તેમની આર્થિક સ્થિતિ વિકસિત કરવાનો છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા પર અડગ છે. સરકારે ખેડૂતો માટે 16 સૂત્રીય ફોર્મ્યુલાનુ એલાન કર્યુ જેનાથી ખેડૂતોને ફાયદો કરાવી શકાશે.

nirmala sitaraman

ખેડૂત રેલ યોજના

ખેડૂત રેલ યોજના હેઠળ ખરાબ ખાદ્ય પદાર્થો માટે ખેડૂત રેલ ચાલશે. આના માટે ભારતીય રેલવે રેફ્રિજરેટેડ કોચ બનાવશે જેથી ખેડૂતોની ખરાબ થનાર પાકને નુકશાન ન થાય. માહિતી મુજબ ખેડૂત રેલ મૉડલ હેઠળ બનાવવામાં આવશે. આવા ઉત્પાદનો જલ્દી ખરાબ થવાનો ડર છે, જેવા કે - માંસ, માછલી વગરે, આના માટે અલગથી રેલ પણ ચલાવવામાં આવશે. ખેડૂતોની સરળતા માટે એક જિલ્લો, એક પ્રોડક્ટ પર ધ્યાન આપવામાં આવશે.

કૃષિ ઉડાન યોજના

નાણામંત્રીએ ઘોષણા કરી કહ્યુ કે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રૂટ પર કૃષિ ઉડાન યોજનાને શરૂ કરવામાં આવશે જેથી ખેડૂતોને લાભ મળી શકે. આ યોજના ખેડૂતોની ઉપજનુ યોગ્ય મૂલ્ય અપાવવા માટે ઉડ્ડયન મંત્રાલયની મદદથી શરૂ કરવામાં આવશે. જે હેઠળ ખેડૂતોની ઉપજને વિશેષ પ્રકારના વિમાનો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવશે. આ ફાયદો એ થશે કે ખેડૂતોની ઉપજનો બજારો સુધી વહેલી તકે પહોંચાડવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ Budget 2020: નિર્મલા સીતારમણે જણાવ્યુ કયા ત્રણ સૂત્રો પર આધારિત છે બજેટઆ પણ વાંચોઃ Budget 2020: નિર્મલા સીતારમણે જણાવ્યુ કયા ત્રણ સૂત્રો પર આધારિત છે બજેટ

English summary
union budget 2020: Kisan Rail Krishi Udaan schemes for increasing farmers income.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X