LIVE
HIGHLIGHTS
SPONSOR Tata
Budget 2021 Updates in Gujarati: MSME, શિક્ષણ, સ્વાસ્થ્ય ક્ષેત્રે થયાં આ એલાન, ટેક્સ સ્લેબ બદલાવ ના થયો

Budget 2021 Updates in Gujarati: MSME, શિક્ષણ, સ્વાસ્થ્ય ક્ષેત્રે થયાં આ એલાન, ટેક્સ સ્લેબ બદલાવ ના થયો

કેન્દ્ર સરકાર પોતાનું આગામી બજેટ રજૂ કરવા માટે સજ્જ છે. આજથી બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. બજેટ સત્રમાં કૃષિ કાયદાને લઈ ભારે હંગામો થઈ શકે છે. વિપક્ષ સહિત 18 પક્ષોએ 29 જાન્યુઆરીએ એટલે કે આજે થનાર રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી દીધી છે, સદનમાં કૃષિ કાયદા જબરદસ્તીથી વિપક્ષ વિના જ પાસ કરાવી દીધા હોવાના કારણે તેઓ બહિષ્કાર કરશે. આ વખતે બજેટમાં સામાન્ય માણસને શું શું મળશે તે જાણવું અત્યંત રસપ્રદ રહેશે. ત્યારે બજેટને લઈ લાઈવ અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

3:13 PM
Feb 1, 2021
પીએમ મોદી મુજબ આ રોજગારના અવસર વધારતું બજેટ છે. આ બજેટના દિલમાં ગામ અને ખેડૂતો છે.
2:30 PM
Feb 1, 2021
યુપીના સીએમ યોગી આદિત્યનાથે બજેટને વખાણ્યું, કહ્યું બધા ક્ષેત્રોને કંઈકને કંઈક મળ્યું
1:58 PM
Feb 1, 2021
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે લદ્દાખમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય બનાવતાં બનાવતાં જિંદગી પસાર થઈ જશે. કહેવા માટે તો ઘણું છે પરંતુ બજેટથી કેટલું નિકળશે તે બાદમાં માલૂમ પડશે.
1:57 PM
Feb 1, 2021
નાણામંત્રીએ બેંક ખાતાધારકોને રાહત આપી છે. બજેટ 2021માં બેંક ખાતાધારકોની 5 લાખ રૂપિયા સુધીની રકમના વીમાનું એલાન કર્યું છે.
1:56 PM
Feb 1, 2021
તાંબાની વસ્તુઓ, સોનું- ચાંદી, સ્ટીલ, સ્પેશિયલ લેધરનો સામાન સસ્તો થશે
1:55 PM
Feb 1, 2021
ઈમ્પોર્ટેડ કપડાં, ઈમ્પોર્ટેડ ખાદ્યતેલ અને ઈમ્પોર્ટેડ ઓટો પાર્ટ્સ મોંઘા થશે.
1:39 PM
Feb 1, 2021
શું સસ્તુ થવા જઈ રહ્યુ છેઃ તાંબાના ઉત્પાદનો, ચાંદી, સોના, સ્ટીલ સ્પેશિયલ લેધરનો સામાન.
1:38 PM
Feb 1, 2021
શું મોંઘુ થવા જઈ રહ્યુ છેઃ આયાતી કપડા, આયાતી ખાદ્ય તેલ, આયાતી ઑટો પાર્ટ્સ
1:32 PM
Feb 1, 2021
સંસદની બહાર નીકળ્યા રાહુલ ગાંધી, બજેટ પર ન કરી કોઈ કમેન્ટ.
1:30 PM
Feb 1, 2021
સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 7.5 ટકા કરી દેવામાં આવી છે.
1:28 PM
Feb 1, 2021
પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયાની કૃષિ સેસ લગાવવામાં આવી છે. જો કે સરકાર કહી રહી છે કે આની જનતા પર અસર નહિ પડે.
1:21 PM
Feb 1, 2021
હવે સોનું સસ્તું થશે
1:20 PM
Feb 1, 2021
કોરોના મહામારીથી સરકારે પાઠ ભણ્યો, દેશમાં નવા 75 હજાર હેલ્થ સેંટર બનાવશે
1:19 PM
Feb 1, 2021
બજેટ બાદ સેંસેક્સ 1420.03 અંકની બઢત સાથે હવે 47,705.80 અંક પર છે. નિફ્ટી 362.70 અંકની બઢત સાથે હવે 13,997.30 અંક પર છે.
1:19 PM
Feb 1, 2021
નેશનલ રિસર્ચ ફાઉંડેશન પર આગલા પાંચ વર્ષમાં 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશેઃ નાણામંત્રી
1:09 PM
Feb 1, 2021
સામાન્ય ટેક્સ પેયર્સને સરકારે રાહત ના આપી, કેમ કે બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નથી થયો.
1:08 PM
Feb 1, 2021
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને પ્રવાસી મજૂરો માટે પોર્ટલ લૉન્ચ કરવામાં આવશે. જેના પર બિલ્ડિંગ અને કંસ્ટ્રક્ટર શ્રમિકો અને અન્ય શ્રમિકો વિશે જરૂરી જાણકારી એકઠી કરી શકાશે.
1:05 PM
Feb 1, 2021
બજેટમાં નાણામંત્રીએ મેટ્રો માટે કરી ખાસ જાહેરાતો
1:03 PM
Feb 1, 2021
ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને 30,000 કરોડથી વધારી 40 હજાર કરોડ કરવામાં આવી રહ્યા છે. માઈક્રો ઈરિગેશન ફંડને 5000 કરોડથી વધારી બમણા કરવાનો પ્રસ્તાવ છેઃ નાણામંત્રી
1:02 PM
Feb 1, 2021
નાના ટેક્સ પેયર્સ માટે એક વિવાદ સમાધાન સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ રાખું છું જે પારદર્શિતા સુનિશ્ચિત કરશે. 50 લાખ રૂપિયા સુધીના વેરા યોગ્ય આવકવાળા અને 10 લાખ રૂપિયા સુધીના વિવાદિત આવકવાળા લોકો ત્યાં જઈ શકે છે.
12:57 PM
Feb 1, 2021
હોમ લોન પર 1.5 લાખની એડિશનલ છૂટને સરકારે વધારી
12:56 PM
Feb 1, 2021
રેલવે માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આ જાહેરાત કરી
12:54 PM
Feb 1, 2021
સોના-ચાંદી, તાંબા, સોલાર ઈન્વર્ટર પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી
12:52 PM
Feb 1, 2021
GST પ્રક્રિયાને વધુ આસાન બનાવવા પર જોર આપી રહી છે મોદી સરકાર
12:50 PM
Feb 1, 2021
સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે ટેક્સમાં છૂટ આપી હતી. આ છૂટને હવે 31 માર્ચ 2022 સુધી વધારવામાં આવી છે.
12:46 PM
Feb 1, 2021
અત્યાર સુધી NRI લોકોને ટેક્સ ભરવામાં મુશ્કેલી થતી હતી, પરંતુ હવે સરકારે ડબલ ટેક્સ સિસ્ટમથી છૂટ આપી દીધી છે.
12:45 PM
Feb 1, 2021
રેલવે માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાતો કરી
12:43 PM
Feb 01, 2021
બજેટીય વહેંચણી
રેક્ષા
અંતરિક્ષ
રશિયામાં ટ્રેઈન થયા 4 એસ્ટ્રોનટ્સ, ડિસેમ્બર 2021માં પહેલું સ્પેસ મિશન લૉન્ચ થશે
12:39 PM
Feb 1, 2021
ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણામંત્રીએ કરી આ જાહેરાતો
12:35 PM
Feb 1, 2021
જો માત્ર પેંશનથી જ કમાણીનો સ્રોત હોય તો પણ ટેક્સમાં રાહત મળશે.
12:34 PM
Feb 1, 2021
75થી વધુ ઉંમરના વૃદ્ધોને જબરી રાહત, આવકવેરો નહિ આપવો પડે
12:20 PM
Feb 01, 2021
બજેટીય વહેંચણી
ખેેતી
કૃષિ
એગ્રીકલ્ચરના ક્રેડિટ ટાર્ગેટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવી રહ્યો છે.

loader
X