For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધી પર યશવંત સિંહાના સવાલો પર પુત્ર જયંતના જવાબ

નોટબંધી પર યશવંત સિંહાના પુત્ર જયંત સિંહાએ પિતાને અને વિપક્ષને આપ્યા એક પછી એક જવાબ. જયંતે કહ્યું એફડીઆઇ અને નોટબંધી પર પણ જયંત કરી ટિપ્પણી. જાણો આ અંગે વિગતવાર અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

દેશની આર્થિક મંદી પર વિપક્ષ પછી ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ એક છાપામાં લેખ લખીને સરકારને આડે હાથે લીધી હતી. નોંધનીય છે કે તેમનો પુત્ર હાલ પણ કેન્દ્ર સરકારમાં મંત્રી છે. યશંવત સિંહાએ અરુણ જેટલીની સુપરમેન કહીને કટાક્ષ કરતા કહ્યું હતું કે અરુણ જેટલી માટે નાણાં મંત્રાલય સાચવવું અશક્ય છે. જે વાત પણ રાહુલ ગાંધી પણ તેમને સમર્થન આપ્યું હતું. જે બાદ તેમના પુત્ર જયંત સિંહાએ પિતાની જેમ જ એક છાપામાં લેખ લખીની પિતા યશવંત સિંહાના સવાલો પર જવાબ આપ્યા છે.

અર્થવ્યવસ્થામાં બદલાવ

અર્થવ્યવસ્થામાં બદલાવ

જયંતે અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં "New Economy For New india" શીષર્ક સાથે એક લેખ લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા હાલ જે મુશ્કેલીઓ પરથી પસાર થઇ રહી છે તેની પર કેટલાક લેખો લખવામાં આવ્યા છે. દુર્ભાગ્યની વાત એ છે કે માળખાકીય સુધારાઓની વાતોને સરળતાથી તેમાં અવગણવામાં આવી છે. જે અર્થતંત્રને બદલાતી રહે છે.

મૂલ્યાંકનના આંકડા

મૂલ્યાંકનના આંકડા

જયંતે વધુમાં કહ્યું કે આ સિવાય એક કે બે ક્વાર્ટરના જીડીપી વિકાસ અને અન્ય મૈક્રો ડેટાના માળખાગત સુધારોને લાંબા સમયના પ્રભાવના મૂલ્યાંકન તરીકે જોવા અપર્યાપ્ત છે. સિંહાએ કહ્યું કે જીએસટી, નોટબંધી, ડિજીટલ ચૂકવણી દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવાનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટેક્સ નેટની બહાર થતી લેવડ દેવડ અને અનૌપચારિક ક્ષેત્રમાં થતી લેન-દેનને ઔપચારિક ક્ષેત્રમાં લાવવામાં આવી છે.

શું છે ઔપચારિક ક્ષેત્ર?

શું છે ઔપચારિક ક્ષેત્ર?

લેખમાં જયંતે કહ્યું કે ઔપચારિક ક્ષેત્ર એટલે કર સંગ્રહ વધશે અને રાજ્ય માટે વધુ સંશાધન ઉપલબ્ધ થશે. અર્થવ્યવસ્થાામાં ટકરાવ ઓછો થશે અને જીડીપી વધશે અને નાગરિક ત્રણને વધુ પ્રભાવી રીતે સ્થાપિત કરવામાં સક્ષમ થઇશું કારણ કે લેન-દેનના રેકોર્ડ ડિજિટલ બનશે.

FDI પ્રેરણાદાયક

FDI પ્રેરણાદાયક

જયંતે વધુમાં લખ્યું છે કે એફડીઆઇ પ્રેરણાદાયક છે. નાણાંકીય વર્ષ 2014માં 36 અરબ ડોલરથી એફડીઆઇમાં તેજી આવી હતી. જો કે નાણાંકીય વર્ષ 2017માં 60 અરબ ડોલર હતા. વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (એફઆઇપીબી)ની બરતરફી અર્થતંત્રને વધુ ખુલ્લું રાખશે. જયંતે તેમના લેખમાં આધાર કાર્ડ સહિતની ઘણી યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે.

English summary
union minister jayant sinha wrote article in reply of his father yashwant sinha and defend modi govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X