વોડાફોને તેના યુઝર્સ માટે લોન્ચ કરી નવી ઓફર, જાણો શું?

Posted By:
Subscribe to Oneindia News

વોડાફોને તેના ગ્રાહકો માટે સારી સુવિધા આપવા માટે 3 મહિનાની ડિલાઇટ ઓફર લોન્ચ કરી છે. આ ઓફર પૂર્ણ થાય તે પહેલા વોડાફોને કેટલાક નવા પ્લાન પણ બજારમાં લોન્ચ કર્યા છે. આ સ્કીમમાં ત્રણ પેક સામેલ છે. રિપોર્ટ મુજબ એક પેક 19 રૂપિયાનો છે અને તેનું નામ છે સુપર ડે. જે પ્લાનની વેલિડિટી એક દિવસની છે. તો બીજો પ્લાન 49 રૂપિયા અને 89 રૂપિયાનો છે. જેનું નામ સુપર વીક રાખવામાં આવ્યું છે. આ પ્લાનની વેલિડિટી 1 અઠવાડિયાની છે.

vodafone

1 દિવસવાળા પ્લાનમાં 19 રૂપિયામાં વોડાફોનથી વોડાફોન લોકલ અને એસટીડી કોલિંગ અનલિમિટેડની સાથે 100 એમબી 4જી ડેટા મળશે. આ પેક ખાલી 4જી સ્માર્ટફોન યુઝર્સ માટે છે. ત્યાં જ 49 રૂપિયાવાળા પેક કે જેની વેલિડિટી 7 દિવસની છે તેમાં વોડાફોન થી વોડાફોન લોકલ અને એસટીડી અનલિમિટેડ કોલિંગ મળશે. આ સિવાય 25એમબી 4જી ડેટા પણ મળશે. આ બધુ ખાલી 4જી સ્માર્ટફોન યુઝર્સ માટે જ છે. તો બીજી તરફ 89 રૂપિયાના એક અન્ય પ્લાન જે 7 દિવસ માટે છે તેમાં વોડાફોન ટુ વોડાફોન લોકલ એસટીડી કોલિંગ અનલિમિટેડ છે. જેમાં 100 મિનિટનો ટોકટાઇમ છે જે બીજા નેટવર્ક માટે છે. સાથે જ 250 એમબી 4જી ડેટા પણ મળશે. અને આ ઓફર પર 4જી સ્માર્ટફોન યુઝર્સ માટે છે.

English summary
vodafone now give daily and weekly pack for prepaid users .
Please Wait while comments are loading...