For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટ વોલમાર્ટની લોબિંગ યથાવત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

wal-mart
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: અમેરિકન કંપની વોલમાર્ટ દ્રારા ભારતમાં પ્રવેશ કરવા માટે લોબિંગ કરવાના મુદ્દે તપાસ શરૂ થઇ હોવાછતાં આ કંપની આ મુદ્દે અમેરિકી સાંસદો તથા અન્ય લોકોની સાથે લોબિંગ ગતિવિધીઓ યથાવત રાખી છે. કંપનીએ 2012 દરમિયાન આ પ્રક્રિયા પાછળ લગભગ 61.3 લાખ ડોલર ખર્ચ કર્યા હતા.

અમેરિકન સાંસદમાં લોબિંગ સંબંધી ખુલાસાના નવા રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. આ મુજબ અમેરિકન વોલમાર્ટ સ્ટોર્સે 31 ડિસેમ્બર 2012માં વિભિન્ન મુદ્દાઓ પર લોબિંગ માટે 14.8 લાખ ડોલર (લગભગ આઠ કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. આમાં ભારતમાં એફડીઆઇ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ પર ખર્ચ સામેલ છે.

આંકડા અનુસાર કંપનીએ 2012માં કુલ મળીને આ પ્રક્રિયામાં 61.3 લાખ ડોલર (લગભગ 33 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. અમેરિકામાં કંપનીઓ દ્રારા લોબિંગ પ્રક્રિયામાં કરવામાં આવનાર ખર્ચનો ખુલાસો કરવો જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે આ વાતની શરૂઆત કરી દિધી છે કે વોલમાર્ટે ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે અમેરિકામાં કયા પ્રકારની લોબિંગ કરી છે. આ મુદ્દાને લઇને ભારતમાં ઘણો વિવાદ થયો હતો.

વોલમાર્ટ વર્ષોથી ભારતમાં સુપર માર્કેટ ખોલવા માટે અનુમતિની રાહ જોઇ રહી છે અને તે આ મુદ્દે 2008થી લોબિંગ કરી રહી છે. ત્યારથી લઇને અત્યાર સુધી લોબિંગ ગતિવિધિઓ પર તેમનો કુલ ખર્ચ 3.40 કરોડ ડોલર (180 કરોડ રૂપિયા)થી ઉપર નીકળી ગયો છે.

જો કે વોલમાર્ટે લોબિંગ ખર્ચમાં વર્ષ 2011ના મુકાબલે નરમાઇ આવી છે અને તે દરમિયાન આ 78 લાખ 40 હજાર ડોલરથી ઘટીને 2012માં 61 લાખ 30 હજાર ડોલર થઇ ગયો છે. આ પહેલાં કંપનીએ 2010માં કુલ 73 લાખ 90 હજાર ડોલર લોબિંગ પર ખર્ચ કર્યા હતા.

English summary
Amid a probe being initiated into Wal-Mart's US lobbying with regard to its India entry, the global retail giant has continued to lobby with the American lawmakers on this issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X