For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : આંતરરાષ્ટ્રીય બોન્ડ્સ ખરીદવામાં શું જોખમો છે?

|
Google Oneindia Gujarati News

જો આપણે જાણીતી અંગ્રેજી કહેવત 'આપના બધા ઇંડા એક જ ટોપલીમાં ના મુકો'ના ભાવાર્થને શેરબજાર કે રોકાણના ક્ષેત્ર સાથે સાંકળીને જોઇએ ત્યારે એમ ચોક્કસ થાય કે શા માટે માત્ર દેશમાં જ કે દેશના નાણામાં જ રોકાણ કરવું જોઇએ? કોઇ પણ વ્યક્તિ ઇક્વિટી કે બોન્ડ માર્કેટમાં રોકાણ કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાના નાણાનું રોકાણ કરી શકે છે.
અનેક રોકાણકારો આ વિકલ્પ પસંદ કરતા હોય છે કારણ કે કોઇ એક દેશમાં રોકાણ કરવામાં આવે અને રાજકીય સ્થિતિ નાજુક બને તો નાણા ડૂબવાનો ભય રહે છે. જો કે એકથી વધારે સ્થળોએ રોકાણ કરવાથી મૂડીની સુરક્ષા અને સારા વળતરની ખાતરી મળે છે.

investment-3

જો આપ ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરવામાં નવા હોવ તો અમે કેટલાક વિકલ્પો રજૂ કરી રહ્યા છીએ તેનો આપે અભ્યાસ કરવો જોઇએ. આ પહેલા આંતરરાષ્ટ્રીય બોન્ડ્સ વિશે થોડી પ્રાથમિક સમજણ પણ સમજી લઇએ...

1. આ બોન્ડ વિદેશી કંપની દ્વારા આપવામાં આવે છે.(તે સરકાર, મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન પણ હોઇ શકે.)
2. આ બોન્ડ ફોરેન ફાઇનાન્શિયલ માર્કેટમાં ટ્રેડ થાય છે.
3. આ બોન્ડ વિદેશી મુદ્રામાં ડિનોમિનેટ થાય છે.

જો કે વિવિધ પરિબળો અને કારણોને પગલે વિદેશી બોન્ડમાં રોકાણ જોખમી પણ છે.

અહીં અમે વિદેશી બોન્ડમાં કયા જોખમ રહેલા છે તે અંગે જણાવીએ છીએ...

ક્રેડિટ રિસ્ક
ક્રેડિટ રિસ્ક ત્યારે રહે છે જ્યારે નાણા પ્રાપ્ત કરનાર તેનું પેમેન્ટ ના ચૂકવી શકે. આપ જે દેશમાં રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તે દેશના અર્થતંત્રની અસર પણ તેની પર પડે છે.

કરન્સી રિસ્ક
જ્યારે આપ વિદેશી નાણામાં રોકાણ કરો છો ત્યારે તેમાં આવતા ઉતાર ચઢાવને પગલે તેમાં જોખમ ઉભું થાય છે.

ઇન્ફ્લેશન રિસ્ક
અર્થતંત્રની વૃદ્ધિ સાથે સંકલાયેલા વિવિધ જોખમ જેમ કે ફુગાવાનું જોખમ પણ વિદેશમાં રોકાણ કરતા સમયે રહે છે.તેના પર જીડીપી, રાજકીય સ્થિતિ વગેરેની અસર રહે છે.

English summary
What are the Risks Involved in Buying International Bonds?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X