જાણો : અર્નેસ્ટ મની ડિપોઝિટનો અર્થ શું છે?
જો આપે ટેન્ડર મારે અરજી કરી હોય તો આપે 'અર્નેસ્ટ મની ડિપોઝિટ' શબ્દો સાંભળ્યા ના હોય તેવું બને નહીં.
આ એ રકમ છે જે ખરીદદાર ડીલ સફળતાપૂર્વક પાર પાડવાની ઇચ્છા સાથે વેચનારને આપે છે. આ રકમ મોટી હોય તો એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવામાં આવે છે અને તેમાં રાખવામાં આવે છે.
ટેન્ડરના કિસ્સામાં ટેન્ડર રજૂ થાય ત્યારે આ રમક અંગે પહેલાથી જ નિર્ણય લેવામાં આવ્યો હોય છે. ઉદાહરણ તરીકે કંપની ABC રોડ પ્રોજેક્ટ્સ માટે બિડર્સ પાસેથી અર્નેસ્ટ મની ડિપોઝિટ માંગવામાં આવે છે. આ રકમ કંપની પર આધાર રાખે છે. ઘણીવાર કોન્ટ્રાક્ટ મોટો હોય તો આ રકમ મોટી હોય છે.

ભારતમાં ટેન્ડર માટે માંગવામાં આવતી અર્નેસ્ટ મની ડિપોઝિટનું શું કરવામાં આવે છે?
ટેન્ડર ખોલવામાં આવે અને જે કંપનીઓને ટેન્ડર ફાળવવામાં આવતા નથી તેમને આ રકમ પરત આપવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે ભારતમાં સામાન્ય રીતે અર્નેસ્ટ મની ડિપોઝિટ પર કોઇ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી.
ઘર ખરીદતા સમયે અર્નેસ્ટ મની ડિપોઝિટ
પશ્ચિમના દેશોમાં ઘર ખરીદવાની પ્રક્રિયામાં અર્નેસ્ટ મની ડિપોઝિટ આપવાની રીત અત્યંત પ્રચલિત છે. એમ કહી શકાય કે અર્નેસ્ટ મની ડિપોઝિટ વગર પૂર્ણ થયેલા વ્યવહારોની સંખ્યા અત્યંત ઓછી હશે. આ રકમ વિવિધ વેચાણકારે અને પ્રોપર્ટીની કુલ રકમના આધારે અલગ અલગ હોય છે. જો કે સામાન્ય રીતે જોઇએ તો અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ સરેરાશ પ્રોપર્ટીની કિંમતના 1થી 2 ટકા જેટલી હોય છે.
અગાઉ ઉલ્લેખ કર્યો છે એ મુજબ જો સોદો પાર પડે નહીં તો આ રકમ પરત આપવામાં આવે છે. આ માટે નાનામાં નાની રકમ લેવામાં આવી હોય તો પણ તે પરત આપવામાં આવે છે. જો આપને પ્રોપર્ટીમાં કોઇ ખામી મળી આવે તો આપ તે રકમ પરત લઇ શકો છો.
કેટલાક કિસ્સામાં અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ મોટી હોય તો ખરીદનાર ઘરની રકમ ઘટાડવા જણાવે છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ












Click it and Unblock the Notifications
