સોનાની શુદ્ધતા વાસ્તવમાં શું સૂચવે છે?
જો આપ ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે તૈયારી કરી રહ્યા હોવ અથવા સોનાના બાર અને સિક્કાઓ પર સંશોધન કરી રહ્યા હોવ તો આપ સોનાની શુદ્ધતા (ફાઇનનેસ ઓફ ગોલ્ડની અવગણના કરી શકો નહીં.
આ કિંમતી ધાતુ એટલી નરમ છે કે તેનો ઘરેણા કે અન્ય રીતે ઉપયોગ કરવો હોય તો તેને મજબુતી મળે તે માટે તેમાં અન્ય ધાતુનો ઉપયોગ કરવો પડે છે. તેના કારણે સોનાની શુદ્ધતા બદલાય છે.

આ કારણે સોનાની શુદ્ધતા બાબતમાં ફાઇનનેસ ઓફ ગોલ્ડ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. ફાઇનનેસ ઓફ ગોલ્ડ હંમેશા 1000ભાગમાં ગણવામાં આવે છે. આ કારણે હંમેશા સોનાની વસ્તુઓ વેચતા વેપારીઓ સોનાની શુદ્ધતાની વાત આવે ત્યારે 0.995 શુદ્ધ હોવાનું જણાવે છે.
આનો અર્થ એ થયો કે સોનાના બારમાં 995 ભાગ સોનુ અને 5 ભાગ અન્ય ધાતુ છે. સોનાની ફાઇનનેસને મિલિસિમલ ફાઇનનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોનાના સિક્કામાં મોટા ભાગે 0.999 ફાઇનનેસ હોય છે. વર્તમાન સમયમાં સૌથી શુદ્ધ સોનુ 0.999 હોય છે.












Click it and Unblock the Notifications
