ઇકોનોમિક સર્વે: બજેટ પહેલા રજૂ થતા આ રિપોર્ટની ખાસ વાતો

Written By:
Subscribe to Oneindia News

બજેટ સત્રના આરંભ સાથે નાણાં મંત્રી અરુણ જેટલીએ લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. ઇકોનોમિક સર્વેમા ગત વર્ષે ઉઠાવવામાં આવેલ સુધારાના નિયમોને કારણે આ નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7-7.5 ટકા પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ ઇકોનોમિક સર્વે કે આર્થિક વિશ્લેષણ શું હોય છે? આર્થિક સર્વેક્ષણ રિપોર્ટમાં દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. આ સાથે જ સરકાર તરફથી કરવામાં આવેલ કામો, નિર્ણયો અને તેનાથી મળનારા પરિણામો આ રિપોર્ટમાં રજૂ થાય છે. ઇકોનોમિક સર્વેમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ, તેના પૂર્વાનુમાનની વિસ્તૃત જાણકારી હોય છે. આ સર્વેક્ષણ ભવિષ્યમાં બનાવવામાં આવેલ નીતિઓ માટે એક દ્રષ્ટિકોણનું કામ કરે છે.

arun jaitley

ઇકોનોમિક સર્વે નાણાં વિભાગ દ્વારા રજૂ કરવામાં આવતો અધિકૃત રિપોર્ટ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવે છે કે, વર્ષ દરમિયાન વિકાસની સ્થિતિ કેવી રહી, કઇ-કઇ યોજનાઓ સરકારે લાગુ કરી વગેરેની સંપૂર્ણ જાણકારી હોય છે. લાગુ કરવામાં આવેલ યોજનાઓના સંભવિત પરિણામો શું આવશે, એ અંગે પણ રિપોર્ટમાં જાણકારી આપવામાં આવે છે. સામાન્ય બજેટ પહેલાં સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષની દેશની પૂરી અર્થવ્યવસ્થાની સમીક્ષા બાદ નાણાં વિભાગ આ વાર્ષિક દસ્તાવેજ બનાવે છે. એક વિશેષ ટીમ ઇકોનોમિક સર્વે તૈયાર કરે છે. મુખ્ય આર્થિક સલાહકાર સાથે મળીને નાણાં અને આર્થિક મામલાના જાણકારોની ટીમ આ રિપોર્ટ તૈયાર કરે છે. વર્તમાન સમયમાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ છે.

English summary
What is Economic Survey union budget 2018 arun jaitley parliament loksabha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.