Mutual Fund: નાના નાના રોકાણને બનાવે છે લાખોનું ફંડ
મ્યુચ્યુઅલ ફંડ લોકોને દરેક પ્રકારનું રોકાણ કરવાની તક આપે છે. અહીં લોકો ઈક્વિટી માર્કેટથી લઈને ડેટ માર્કેટમાં રોકાણ કરે છે.
મ્યુચ્યુઅલ ફંડ લોકોને દરેક પ્રકારનું રોકાણ કરવાની તક આપે છે. અહીં લોકો ઈક્વિટી માર્કેટથી લઈને ડેટ માર્કેટમાં રોકાણ કરે છે. તો લોકો ઈન્કમટેક્સ બચાવવા પણ અહીં રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ સ્માર્ટ રોકાણનું સાધન બની રહ્યું છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે અહીં નાની રકમથી પણ રોકાણ કરી શકાય છે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. જો મ્યુચ્યુઅલ ફંડમાં 500 રૂપિયા પ્રતિ મહિનાનું 30 વર્ષ સુધીનું રોકાણ કરવામાં આવે અને 12 ટકા રિટર્ન મળે, તો તે કુલ 17 લાખ રૂપિયાનું ફંડ બને છે. મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમયનું રોકાણ કરનાર લોકોને 12 ટકા રિટર્ન સરળતાથી મળી રહે છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ફંડા
મ્યુચ્યુઅલ ફંડને લોકો રિસ્કી રોકાણ માને છે, પરંતુ આવું છે નહીં. અહી રોકાણ શેર માર્કેટ જેટલું રિસ્કી નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે જો તમારી પાસે નાનકડી રકમ છે, તો તમારે એક જ કંપની પર લગાડવા પડે છે. અને જો તે કંપની સારું પર્ફોમ ન કરે તો તમારા પૈસા ડૂબી શકે છે. પરંતુ જો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કર્યું છે, તો આવું નહીં થાય. મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા જુદી જુદી કંપનીમાં રોકવામાં આવે છે. તેમાં તમારા પૈસા જુદા જુદા શેર અને બોન્ડ્સમાં રોકાય છે. ફાયદો એ છે કે જો એકાદ કંપની પણ મુશ્કેલીમાં મુકાય તો બાકીની રકમ તેનું નુક્સાન કવર કરી લે છે. તેનાથી તમને થતું નુક્સાન બચે છે અથવા ઓછું થઈ જાય છે.

રિસ્ક પ્રમાણે પસંદ કરો મ્યુચ્યુઅલ ફંડ
મ્યુચ્યુઅલ ફંડ રિસ્ક લેવાની ક્ષમતા પ્રમાણે વિકલ્પ આપે છે. મ્યુચ્યુઅલ ફંડને ત્રણ કેટેગરીમાં વહેંચી શકાય છે, જેમાં હાઈ રિસ્ક, મીડિયમ રિસ્ક અને લૉ રિસ્કની કેટેગરી આવે છે. એટલે જો તમે મ્યુચ્યુલ ફંડ લેતા સમયે હાઈ રિસ્કનું ઓપ્શન પસંદ કરશો તો તમારું રિસ્ક વધી જશે. પરંતુ તેમાં ફાયદો એ છે કે જો તમને ફાયદો થયો તો રિટર્ન પણ સારું મળશે. જો તમે મીડિયમ રિસ્કનું ઓપ્શન પસંદ કરશો તો તમારું જોખમ થોડું ઓછું થશે એટલે રિટર્ન પણ હાઈ રિસ્ક કરતા ઓછું મળશે. જો તમે લો રિસ્ક ઝોનમાં પણ મિનિમમ રિસ્કનું ઓપ્શન પસંદ કરો છો તો તમારું રિટર્ન પણ સૌથી ઓછું થઈ જશે. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં તમે તમારું રિસ્ક જાતે પસંદ કરી શકો છો.

ઈન્કમ ટેક્સ બચાવવા માટે કરી શકો છો રોકાણ
મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઈન્કમ ટેક્સ બચાવવા માટે રોકાણ કરી શકો છો. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારી પાસે બે વિકલ્પ હોય છે. તેમાં એક ઓપ્શન છે કે રેગ્યુલર ફંડમાં રોકાણ કરો અને બીજો ઓપ્શન છે, ટેક્સ સેવર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો.

બંને રીતમાં ફરક છે
મ્યુચ્યુઅલ ફંડની આ બંને રીતમાં થોડો ફરક છે. જ્યાં એક તરફ રેગ્યુલર ફંડમાં રોકાણ શરૂ કર્યા બાદ કેટલાક મહિનાઓ પછી તમે જરૂર પ્રમાણે પૈસા કાઢી શકો છો, તો ટેક્સ સેવર મ્યુચ્યુઅલ ફંડમાં 3 વર્ષનો લોક ઈન પીરિયડ હોય છે, આ લોક ઈન પિરીયડ દરમિયાન તમે પૈસા ઉપાડી નથી શક્તા. જો કે ટેક્સ બચાવવા માટે જેટલા પણ ઉપાય છે, તેમાં સૌથી ઓછો લાઈકન પિરીયડ ટેક્સ સેવર મ્યુચ્યુઅલ ફંડનો જ છે.

ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ
ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ ઈન્કમટેક્સની કલમ 80 સી અંતર્ગત આવકમાં છૂટનો ફાયદો આપે છે. એટલે કે આ મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણ પર આવક વેરો લાગતો નથી.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેવી રીતે છે સુરક્ષિત
મ્યુચ્યુઅલ ફંડના રેગ્યુલેશનનું કામ સેબી કરે છે. એટલે સેબી દ્વારા બનાવાયેલી ગાઈડલાઈન મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ પાળવી જરૂરી છે. રોકાણ કારોને ભ્રમિત ન કરવામાં આવે તેનું સેબી ધ્યાન રાખે છે. મ્યુચ્યુઅલ ફંડ વિશે વધુ માહિતી મેળવવા તમે એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા વેબસાઈટ જોઈ શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ અંગેના શબ્દો
NAV (net asset value)
જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડની વાત થાય ત્યારે એક શબ્દ જે વારંવાર ઉપયોગમાં લેવાય છે તે છે- NAV. મ્યુચ્યુઅલ ફંડ ઘણી જગ્યાએ પૈસા રોકે છે, એટલે જો કોઈ સમયે ફંડમાંથી પૈસા ઉપાડવા છે તો તે તેની NAV પર આધાર રાખે છે. જો મ્યુચ્યુઅલ ફંડ વેચવા ન હો યોત પણ ફંડ વિશે NAV પરથી માહિતી મળી શકે છે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની NAV એ કિંમત છે, જેનાથી ફંડનું એક યુનિટ ખરીદી કે વેચી શકાય છે.
એસેટ મેનેજમેન્ટ કંપની
મેનેજમેન્ટ કંપની એ કંપની હોય છે, જે જુદા જુદા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લઈને માર્કેટમાં આવે છે. જેમ કે રિલાયન્સ ગ્રોોથ ફંડને રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે લોન્ચ કરી. આ એક AMC એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની છે.
પોર્ટફોલિયો મેનેજર
એક વાર જો તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં ગયા, પછી તેને પોર્ટ ફોલિયો મેનેજર મેનેજ કરે છે. તેઓ તમારા પૈસાનું શેર કે બોન્ડમાં રોકાણ કરે છે, આ રોકાણ તમારી સ્કીમ કેવી છે, તેના પર આધાર રાખે છે. તેમના નિર્ણય મહત્વના હોય છે, કારણ કે તેઓ તમારા જેવા હજારો લોકોના પૈસા રોકે છે.
મ્યુચ્યુઅલ ફંડ એન્ટ્રી લોડ
મ્યુચ્યુઅલ ફંડ એન્ટ્રી લોડ મહત્વનો શબ્દ છે, જે દરેક રોકાણકાર સાંભળે છે. એન્ટ્રી લોડ અને એક્ઝિટ લોડ એટલે કે જ્યારે તમે પૈસા રોકો છો કે પૈસા ઉપાડી લો છો ત્યારે લાગતું ભાડું. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદો છો ત્યારે કેટલીકવાર તમારે NAV કરતા વધુ પૈસા આપવા પડે છે અને શક્ય છે કે વેચતી વખતે તમને NAV ઓછી મળે.
મ્યુચ્યુઅલ ફંડ પોર્ટ ફોલિયો
તમામ શેર અને રોકેલા પૈસા ભેગા થઈને પોર્ટ ફોલિયો બને છે.
AUM
મ્યુચ્યુઅલ ફંડમાં જે તમામ રકમ રોકાઈ છે તેને એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ એટલે કે AUM કહે છે. AUM બજારના વાતાવરણ અને રોકાણકારોના રોકાણ તેમ જ પેસા ઉપાડવા પર વધ ઘટ થયા કરે છે.
SIP
મોટા ભાગની ઓપન એન્ડેડ સ્કીમમાં તમે દર મહિને નાનું નાનું રોકાણ કરી શકો છો, તેમાં ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક રોકાણ પણ શક્ય છે. તેને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવાય છે. SIP પોસ્ટ ઓફિસની રિકરિંગ સ્કીમ પ્રમાણે કામ કરે છે.
NFO
ન્યૂ ફંડ ઓનર મ્ચુય્યુઅલ ફંડની નવી ઓફર હોય છે, જેની ફેસ વેલ્યુ સામાન્ય રીતે 10 રૂપિયા હોય છે.












Click it and Unblock the Notifications
