For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેમ્પ ડ્યૂટી શું છે, આ ફી ક્યા આધારે લગાવાય છે?

ઘર ખરીદવાનો નિર્ણય હંમેશા સમજી વિચારીને લેવો જોઈએ. જો તમે પહેલું જ ઘર ખરીદી રહ્યા છો તો તેની સાથે આવનારો આર્થિક બોજ ઉપરાંત કકેટલીક વાતો સમજવી, વિચારવી જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

ઘર ખરીદવાનો નિર્ણય હંમેશા સમજી વિચારીને લેવો જોઈએ. જો તમે પહેલું જ ઘર ખરીદી રહ્યા છો તો તેની સાથે આવનારો આર્થિક બોજ ઉપરાંત કકેટલીક વાતો સમજવી, વિચારવી જરૂરી છે. તેની શરૂઆત કામ કરવાની જગ્યા, નજીકમાં સ્કૂલને ધ્યાનમાં રાખીને એક યોગ્ય સ્થાન પસંદ કરવાથી લઈ હોમ લોન માટે અરજી, ડાઉન પેમેન્ટ, વેપાર સમજૂતી વગેરેથી થાય છે. તેની સાથે મકાન મેળવ્યા બાદ ઘરનું રજિસ્ટ્રેશન પણ કરાવાનું હોય છે. તેના માટે તમારી પાસે ઘરના માલિક હોવાનો કાયદેસરનો પુરાવો હોવો જરૂરી છે.

આ પણ વાંચો: કેન્સલ ચેક શું છે? તેનો ઉપયોગ શું કેવી રીતે થાય છે?

એટલે કે સ્થાનિક નગર નિગમના રેકોર્ડ માટે પુરાવા જમા કરવા જરૂરી છે કે વેચનારે પોતાની સંપત્તિ કે ઘર ટ્રાન્સફર કર્યું છે. જ્યારે આવું થાય છે ત્યારે તમારે સરકારને ફી આપવી પડે છે.

સ્ટેમ્પ ડ્યુટી શું છે?

સ્ટેમ્પ ડ્યુટી શું છે?

આ ફી ભારતીય સ્ટેમ્પ અધિનિયમ, 1899ની કલમ 3 અંતર્ગત આપવાની હોય છે. સ્ટેમ્પ ડ્યૂટી કેટલી હશે તે રજિસ્ટ્રેશન સમયે ઘર કે સંપત્તિના મૂલ્ય પર આધારિત હોય છે. આ ફી ઘણી બધી ચીજો પર આધારિત હોય છે. જેમ કે સંપત્તિ ક્યાં આવેલી છે, પછી તે કેટલી જૂની છે. જ્યારે તમે રિયલ એસ્ટેટ ખરીદવા માટે તૈયાર થાવ છો ત્યારે સ્ટેમ્પ ડ્યુટી વધુ લાગે છે. એટલે તમે જે પ્રકારનું ઘર જ્યાં ખરીદવા ઈચ્છો છો તેનો અર્થ સમજવો જરૂરી છે.

સ્ટેમ્પ ડ્યૂટી

સ્ટેમ્પ ડ્યૂટી

આ કાયદાકીય દસ્તાવેજને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકો છો. કાયદેસર દસ્તાવેજ થયા પહેલા, થયા બાદ કે તેા એક વર્કિંગ દિવસની અંતર્ગત ટેક્સ ચૂકવવો જરૂરી છે. હંમેશા સ્ટેમ્પ ડ્યુટી સંપત્તિ ખરીદનાર વ્યક્તિ ચૂકવે છે. સંપત્તિની અદલા બદલી મામલે ખરીદનાર અને વેચનાર બંનેએ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. સ્ટેમ્પ ડ્યુટી અડધી ચૂકવવા પર દર મહિને 2 ટકા દંડ લાગે છે. આ દંડ મૂળ રકમના 200 ટકા સુધી જઈ શકે છે.

સ્ટેમ્પ પેપરનું રજિસ્ટ્રેશન

સ્ટેમ્પ પેપરનું રજિસ્ટ્રેશન

સ્ટેમ્પ પેપર સંપત્તિ ખરીદનાર કે વેચનારના નામે ખરીદવામાં આવે છે. જો ટેક્સ સમયાનુસાર ખરીદવામાં આવે તે ખરીદવાા 6 મહિના સુધી વેલિડ રહે છે. દસ્તાવેજ રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિએ ચોંટાડેલી ટિકિટ પર નામ અને સહી કરીને તેને રદ કરવાની હોય છે. જો એમ ન થાય તો દસ્તાવેજ પ્રતિબંધિત માનવામાં આવે છે. તેના પર ટિકિટ સ્પષ્ટ દેખાવી જોઈએ.

જરૂરિયાતો

જરૂરિયાતો

જો પૂરી માહિતી આપવામાં ન આવે તો મૂલ્યાંકન અધિકારી દસ્તાવેજો ફરી ખોલાવી શકે છે. સ્ટેમ્પ ડ્યુટીની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા માટે ઘરનો વિસ્તાર, બાંધકામનું વર્ષ, કાર્પેટ એરિયા, જેવી માહિતી આપવી જરૂરી છે. વસિયત દ્વારા ટ્રાન્સફર કરાયેલી સંપત્તિ છોડીને બાકીની સંપત્તિ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે.

English summary
What is Stamp Duty In India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X