For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે 'વન નેશન વન કાર્ડ સ્કીમ', PM મોદીની આ સ્કીમથી 67 કરોડ લોકોને મળશે લાભ

નાણામંત્રીના એલાન બાદ ભારતના 23 રાજ્ય One Nation One Ration Card સ્કીમ સાથે જોડાઈ ગયા છે. જાણો આ સ્કીમ વિશે...

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ અને લૉકડાઉન સામે લડી રહેલ દેશને આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષણા કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણ તબક્કાવાર રીતે આ આત્મનિર્ભર ભારત સ્કીમની માહિતી આપી રહ્યા છે. ગુરુવારે આર્થિક પેકેજના બીજા ફેઝ હેઠળ નાણામંત્રીએ 9 મોટા એલાન કર્યા જેમાં મુખ્ય ફોકસ ગરીબો, પ્રવાસી મજૂરો, ખેડૂત અને રેકડીવાળાઓ પર રહ્યુ. આ દરમિયાન તેમણે દેશભરમાં વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવાની ઘોષણા કરી. નાણામંત્રીના એલાન બાદ ભારતના 23 રાજ્ય One Nation One Ration Card સ્કીમ સાથે જોડાઈ ગયા છે.

67 કરોડ લોકોને લાભ

67 કરોડ લોકોને લાભ

નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપી કે આ યોજનાથી સાર્વજનિક વિતરણ સાથે જોડાયેલ 83 ટકા વસ્તી હવે વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ સાથે જોડાઈ જશે. દેશના 23 રાજ્યોમાં હાજર 67 કરોડ રાશનકાર્ડ ધારક કે જે કુલ PDS વસ્તીના 83 ટકા છે તે આ સ્કીમ સાથે જોડાશે. ઓગસ્ટ, 2020 સુધી 67 કરોડ લોકો નેશનલ પૉર્ટેબિલિટી હેઠળ આવી જશે. સરકારનુ લક્ષ્ય માર્ચ 2021 પહેલા 100 ટકા કરવાનુ છે.

શું છે One Nation One Ration Card યોજના

શું છે One Nation One Ration Card યોજના

મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના હેઠળ દેશભરમાં એક રાશન કાર્ડ જ લાગુ હશે. આ યોજના સાથે જોડાયેલા લોકો કોઈ પણ રાજ્યમાં રહીને સરકારી સ્કીમ હેઠળ અપાતા રાશનને લઈ શકે છે. જો સામાન્ય ભાષામં સમજીએ તો જેમ મોબાઈલ પોર્ટ કરાવવા પર તમે તમારે નંબર નહિ બદલવા અને તમે દેશભરના કોઈ પણ ખૂણેથી ક્યાંયથી પણ વાત કરી લો છે તે રીતે વન નેશ વન રાશન કાર્ડ સ્કીમ હેઠળ આખા દેશમાં એક જ રાશન કાર્ડ લાગુ થશે, જે દરેક રાજ્યમાં ચાલશે. જો તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા હોય તો પણ તમે એ રાશન કાર્ડનો ઉપયોગ કરી સસ્તા દરે સરકારી રાશન ખરીદી શકો છો.

કોને મળશે ફાયદો

કોને મળશે ફાયદો

આ સ્કીમ હેઠળ લોકોને રાજ્ય બદલવા પર કોઈ નવુ રાશન કાર્ડ નહિ બનાવવુ પડે. આનો ફાયદો ગરીબો, મજૂરો, પ્રવાસી મજૂરોને મળશે. કામની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પર પણ તેમને નવુ રાશન કાર્ડ બનાવવાની જરૂર નહિ પડે. આ સ્કીમને 12 રાજ્યોમાં 1 જાન્યુઆરીથી લાગુ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ પીડીએસના લાભાર્થીઓની ઓળક અને આધાર કાર્ડ પર ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઑફ સેલ ડિવાઈસ દ્વારા કરવામાં આવશે. સરકાર આના માટે બધા પીડીએસ દુકાનો પર પીઓએસ મશીનો લગાવવામાં આવશે.

નહિ બનાવવુ પડે નવા રાશન કાર્ડ

નહિ બનાવવુ પડે નવા રાશન કાર્ડ

આ સ્કીમ મુજબ કોઈની પાસે પહેલેથી રાશન કાર્ડ હોય તો તેણે નવુ રાશન કાર્ડ બનાવવાની જરૂર નથી.જેની પાસે કોઈ રાશન કાર્જ ન હોય તો માત્ર તેમણે જ નવુ રાશન કાર્ડ બનાવવુ પડશે. જેમની પાસે પહેલેથી જ રાશન કાર્ડ હોય તેમને આ કાર્ડ હેઠળ અનાજ મળશે.આ સ્કીમ હેઠળ ભારતના કોઈ પણ કાનૂની નાગરિક આ રાશન કાર્ડ માટે અપ્લાઈ કરી શકે છે. સ્કીમ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પરિવાર સાથે એટલે કે માતાપિતા સાથે રાશન કાર્ડમાં જોડવામાં આવશે.

આ રાજ્યોમાં થઈ ચૂક્યુ છે લાગુ

આ રાજ્યોમાં થઈ ચૂક્યુ છે લાગુ

વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ હેઠળ અત્યાર સુધી 17 રાજ્યો આમાં શામેલ થઈ ચૂક્યા છે. આ યોજના1 જૂન, 2020થી શરૂ થશે. દેશના 12 રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાના, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરામાં પહેલેથી જ આ સ્કીમની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. હવે આમાં 5 વધુ રાજ્યોને જોડવામાં આવ્યા છે. આમાં હવે બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, દમણ અને દીવને પણ જોડવામાં આવ્યા છે.

CBSEએ 9મા અને 11માના ફેલ થયેલા છાત્રોને આપી રાહત, ફરીથી લેશે પરીક્ષા

English summary
what is the One Nation, One Ration Card scheme? All you need to know 5 Points of this Govt Scheme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X