શું છે પ્રધાનમંત્રી જન ધન યોજના?
આજથી રજૂ થયેલી પ્રધાનમંત્રી જન ધન યોજના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે. જે તમામને બેંક એકાઉન્ટ. વીમા અને ડેબિટકાર્ડની સુવિઘા પ્રદાન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત 15 ઓગસ્ટ, 2014ના રોજ કરી હતી. આ યોજનાની જાહેરાત બાદ મોટા ભાગની સરકારી બેંક સરકારના લક્ષ્યાંકને પૂરો કરવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે. આ લક્ષ્યાંક મુજબ યોજનાના પ્રથમ દિવસે જ બેંકોએ અંદાજે 1 કરોડ બેંક એકાઉન્ટ ખોલવા. આ યોજનાને જે તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં આ યોજનાની સફળતામાં રસ લઇ રહ્યા છે. આ માટે તેમણે બેંકના 7.25 લાખ કર્મચારીઓને આ યોજનાની માહિતી આપતા ઇમેઇલ મોકલ્યા છે. આ યોજનાના લોન્ચિંગ માટે રાષ્ટ્રીય કૃત બેંકોએ ગ્રામીણ અને શહેરી વિસ્તાર થઇને 60,000 કેમ્પ લગાવ્યા છે. આ યોજનાનું લક્ષ્યાંક ઓગસ્ટ 2018 સુધીમાં એટલે કે આગામી ચાર વર્ષમાં 7.5 કરોડ લોકોને બે એકાઉન્ટની સુવિધા આપવાનો છે.
આ પ્લાન અંતર્ગત વ્યક્તિઓને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવશે. ઉપરાંત રૂપિયા 1 લાખના કવરવાળો એક્સિડેન્ટલ વીમો પણ આપવામાં આવશે. આ કવર રૂપિયા 2 લાખ સુધી વિસ્તારી શકાશે. આ સિવાય બેંકો દ્વારા દરેક ખાતાધારકને રૂપિયા 2,000 સુધીનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે.

યોજનાની વિગતો
આ યોજનાનો હેતુ દેશના અંદાજે 7.5 કરોડ લોકોના બેંક ખાતા ખોલાવીને તેમને બેંકિંગ સુવિધાના દાયરામાં લાવવાનો છે. આ યોજના અંતર્ગત આર્થિક શિક્ષણનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં આવશે. આ યોજનાને સફળ બનાવવા માટે પ્રાદેશિક ભાષામાં તેનું સાહિત્ય તૈયાર કરવામાં આવશે.

યુપીએની જ યોજના
કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે આ યોજના મોદીની ડ્રીમ સ્કીમ નથી. આ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની જ યોજના છે. ફેર માત્ર એટલો છે કે હાલ તેનો જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

હાઇલાઇટ્સ 1
યોજાના 28 ઓગસ્ટ 2014ના રોજ રજૂ કરવામાં આવી.
દેશના દરેક કુટુંબને બેંકિંગ સેવાનો લાભ મળશે. આ યુવિધા ફિક્સ બેંક બ્રાન્ચ કે બિઝનેસ કોરસ્પોન્ડન્સ મારફતે મળશે.

હાઇલાઇટ્સ 2
- આ યોજનામાં દરેક વ્યક્તિનું બેંકમાં એક ખાતું હોય. તેમાં રૂપે ડેબિટ કાર્ડ હોય. રૂપિયા એક લાખનો વીમો હોય અને આધારકાર્ડ માટે સજ્જ બેંક ખાતુ જરૂરી છે.
- આ યોજનાનો હેતુ ગામડાંઓમાં આર્થિક શિક્ષણ પહોંચતુ કરવાનો છે.

હાઇલાઇટ્સ 3
આ બેંક ખાતાનો ઉપયોગ લાભાર્થીના ખાતામાં સરકારી લાભ સીધા જ પહોચતા કરવાનો છે. આ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડને રૂપે કિસાન કાર્ડ તરીકે રજૂ કરવાનો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
