NRI ક્લાયન્ટ સાથે ડીલ કરતા શેર બ્રોકર્સે શું કાળજી રાખવી?
ભારતમાં સ્થાનિક રોકાણકારો જે રીતે શેરબજારમાં રોકાણ કરે છે, તેના કરતા એનઆરઆઇ જે રીતે રોકાણ કરે તે અલગ છે. તેના માટેના નિયમો પણ જુદા છે. એકવાર NRI PIS અને ટ્રેડિંગ એકાઉન્ટ ખુલી જાય તે પછી બ્રોકર્સે એ બાબતની ખાતરી કરવી અને સાવચેતી રાખવી જરૂરી છે કે એનઆરઆઇ ભારતના કાયદા અને નિયમોનું બરાબર પાલન કરે છે કે નહીં.
અહીં અમે એવી કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ જેની કાળજી બ્રોકર્સે રાખવી જરૂરી છે...

1. બ્રોકર્સે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે એનઆરઆઇ જે શેર્સ ખરીદી છે તે આરબીઆઇના બ્લેક લિસ્ટમાં ના હોવા જોઇએ.
2. એકાઉન્ટમાં રહેલા શેર્સ ક્લિયર હોવા જોઇએ, અન્ય ખરીદી કરવી જોઇએ નહીં.
3. સ્થાનિક રોકાણકારોની જેમ એનઆરઆઇ રોકાણકારો ડીપીમાં રહેલી સિક્યપરીટી વેચી શકતા નથી. આ બાબતનું ધ્યાન બ્રોકરે રાખવું પડે છે.
4. કોઇ પણ ખરીદી ડિમેટ એકાઉન્ટ દ્વાર થવી જોઇએ.
5. રોકડથી કરેલું ખરીદ કે વેચાણ ડિલિવરીને આધારે થવું જોઇએ.
તારણ :
કોઇ પણ પ્રકારનું ટ્રાન્ઝિક્શન થાય તે પહેલા ચોક્કસાઇના પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. આ માટે સમયાંતરે બ્રોકર્સ દ્વારા ચકાસણી થવી પણ જરૂરી છે.












Click it and Unblock the Notifications
