કોલ ઇન્ડિયાના કામદારોની હડતાલની શું અસર પડશે?
નવી દિલ્હી, 7 જાન્યુઆરી : ભારતમાં કોલસાનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની કોલ ઇન્ડિયામાં કામદારોએ પાંચ દિવસની હડતાલ ગઇકાલથી શરૂ કરી છે. આ હડતાલને કારણે વિજળી સંકટ આવી શકે છે. આ કર્મચારીઓ કોલસા ખોદકામ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓનો વિરોધ કરી રહ્યા છે.
હડતાલને કારણે કોલ ઇન્ડિયાની 60 ટકાથી વધુ ખાણોમાં કોલસાનું ઉત્પાદન ઠપ્પ થઇ ગયુ છે. પાંચ દિવસની આ હડતાલથી વિજળીના ઉત્પાદનને અસર થઇ શકે છે કારણ કે 20 થર્મલ પાવર પ્લાન્ટ પાસે 4 દિવસથી પણ ઓછો કોલસાનો પુરવઠો છે. 1977 પછીની આ સૌથી મોટી ઔદ્યોગિક હડતાલ કહેવાય છે.

પાંચ લાખ જેટલા કર્મચારીઓ ગઇકાલથી જ હડતાલ ઉપર ઉતરી પડયા છે. જેની અસર પ્રથમ દિવસે જ જોવા મળી હતી. વિજળી એકમોને ઇંધણના પુરવઠા ઉપર પણ અસર પડી શકે છે. જેને કારણે દેશ સમક્ષ એક મોટુ વિજળી સંકટ ઉભુ થઇ શકે છે. હડતાલને દુર કરવા માટે ગઇકાલે મોડીરાત સુધી વાટાઘાટો ચાલી હતી પરંતુ પરિણામ આવ્યુ ન હતુ.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રોજ 15 લાખ ટન કુલ ઉત્પાદનમાંથી લગભગ 75 ટકાને અસર થઇ છે. દેશમાં 60 ટકાનું વિજળીનું ઉત્પાદન કોલસાથી થાય છે. થર્મલ પાવર સ્ટેશનોની કોલસાની 80 ટકા જરૂરીયાત કોલ ઇન્ડિયા પુરી કરે છે. કોલ ઇન્ડિયાની પાંચ દિવસની હડતાલથી લગભગ 80 લાખ ટન ઉત્પાદન ઉપર અસર પડી શકે છે. કોલ ઇન્ડિયાની તમામ કંપનીઓ રોજ લગભગ 15 લાખ ટન ઉત્પાદન કરે છે .
દેશના 20 જેટલા થર્મલ પાવર પ્લાન્ટમાં ચાર દિવસથી પણ ઓછો કોલસો બચી ગયો છે. આ પાવર પ્લાન્ટને 70 થી 90 ટકા કોલસો કોલ ઇન્ડિયા પુરો પાડે છે. જ્યારે 42 થર્મલ પાવર પ્લાન્ટ એવા છે જેની પાસે માત્ર 7 દિવસનો કોલસો છે. આ હડતાલને કારણે સરકારને રોજનું 150 કરોડનું નુકસાન કરવુ પડી રહ્યુ છે. જો કે કોલસા મંત્રીનું કહેવુ છે કે દેશમાં વિજળી સંકટ થવાની શકયતા નથી.
બિહાર, ઝારખંડ, હરિયાણાના એકમોને પણ અસર થઇ છે. ઓડિશામાં પણ કોલસાની ખાણને અસર પડી છે. આજે કોલસા મંત્રી ગોયલ યુનિયનના નેતાઓને મળી શકે છે. પ્રથમ દિવસે જ બે પાળીમાં 70 કરોડ રૂપિયા સુધીના ઉત્પાદનને અસર પડી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
