For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે નોકિયા આશા પર પણ ચાલશે વોટ્સએપ

|
Google Oneindia Gujarati News

હવે મોબાઇલ નિર્માતા કંપની નોકિયાએ ઘોષણા કરી છે કે, તે પોતાના નવા નોકિયા આશા પ્લેટફોર્મ પર ઇંસ્ટંટ મેસેજિંગ એપ્લીકેશન વોટ્સએપ પણ ઉપલબ્ધ કરાવી રહી છે, સૌથી પહેલા આ સુવિધા આશા 501માં મળશે, કંપનીએ ગુરુવારથી તેની શરૂઆત પણ કરી દીધી છે.

કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, હવે નોકયા આશા 501ના યુઝર આ એપ્લીકેશનને પોતાના ફોન પર એક સોફ્ટવેર અપડેટ કરીને સહેલાયથી ડાઉનલોડ કરી શકશે. આ મેસેજિંગ સેવા આશા શ્રેણીના અન્ય ફોનમાં પણ ઉપલબ્ધ છે.

nokia-asha-501
નોકિયાએ મેમાં આશા 501 લોન્ચ કર્યો હતો અને આ નવા નોકિયા આશા પ્લેટફોર્મ પર ચાલનારો પહેલો હેંડસેટ હતો. નોકિયાએ કહ્યું કે, નવું સોફ્ટવેર વન ટચ સોશિયલ શેરિંગ અને સારી હોમ સ્ક્રીન સાથે પણ આવ્યો છે.

નોકિયા ઇન્ડિયાના ડિરેકટર માર્કેટિંગ વિરાલ ઓઝાએ જણાવ્યું કે, આશા 501 આશા પ્લેટફોર્મ પર ચાલનારો પહેલો હેંડસેટ હશે જે વોટ્સએપને સપોર્ટ કરશે. નવા ઇન્ટરફેસમાં સિંગલ સ્વાઇપ કેમેરા તો હશે જ, સિંગલ ટચથી ફેસબુકમાં શેર કરવાની સુવિધા પણ હશે. તેનાથી ફેસબુક કોમેન્ટ ટ્રેક કરવું સહેલું રહેશે.

નોકિયાએ કહ્યું છે કે, તેનાથી પરિષ્કૃત સોફ્ટવેર વોટ્સએપ સાથે જ નવા સેટમાં આવશે. આ સેટ 5 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જુના સેટ રાખનારા પોતાના ફોનના સોફ્ટવેરને અપડેટ કરાવી શકે છે.

English summary
WhatsApp, one of the most popular messaging services is finally available for the Nokia Asha 501.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X