For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ભારતમાં બિઝનેસ કરલા માટે લોન ક્યાંથી મળી શકે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે સરકાર તરફથી અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ માટે આર્થિક સહાયના અનેક વિકલ્પો જોવા મળી રહ્યા છે.

જો આપ સરકારી સહાય મેળવવામાં કોઇ અડચણ અનુભવો છો, છતાં બિઝનેશ શરૂ કરવા માંગો છો તો લોનની વ્યવસ્થા થવી જરૂરી છે.

loan-burden

બીજી બાબત એ છે કે આપનો બિઝનેસ છે. હવે આપ બિઝનેસને વિસ્તારવા માંગો છો, મોટો કરવા માંગો છો તો પણ આપને નાણાની જરૂર પડશે. આ માટે આપે લોન લેવી પડે તેમ છે. આ લોન ક્યાંથી મળે શકે તેવી મુંઝવણ હોય તો જણાવી દઇએ કે ભારતમાં એક બેંક છે જે બિઝનેસ માટે લોન આપે છે.

કેટલી લોન મળી શકે?
એસએમઇ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં આવનારા એન્ટરપ્રાઇઝની આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે સિન્ડિકેટ બેંકે સિંડ એસએમઇ સ્કીમ લોન્ચ કરી છે. બેંકની આ યોજના અંતર્ગત આપને રૂપિયા 10 લાખ સુધીની લોન મળી શકે છે.

લોન કોને મળી શકે?
જે લોકો વ્યવસાય કે ઉદ્યમી ક્ષેત્ર અંતર્ગત આવે છે, તેઓ લોન માટે અરજી કરી શકે છે. આપની માહિતી માટે જણાવી દઇએ કે મહત્તમ લોન માટે કોઇ મર્યાદા બાંધવામાં આવી નથી.

લોન મેળવવાની શરત
નિયમ અનુસાર રિટેલ ટ્રેજ માટે પાંચ કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ માટે શરત એ છે કે આપે આપના વ્યવસાયમાં રૂપિયા બે કરોડનું રોકાણ કર્યું હોય. ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ યુનિટ લગાવનારા પોતાના યુનિટમાં પાંચ કરોડ રૂપિયા રોકે છે તો તેમને લોન મળી શકે છે.

English summary
where could get loan for start business in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X